________________
૧૦૪
કાંઈ ! સૂર્ય`પુરના આંગણે છેલ્લાં કેટલાંય વર્ષોથી આવી યુવાનવયે દીક્ષા થયાના પ્રસંગ આવ્યેા ન હતા. તેથી લેાકેામાં અનેરા ઉત્સાહનુ વાતાવરણ સર્જાયુ.. દીક્ષાના વરઘોડા માગશર વદ ૧ના દિવસે છેક બપોરે ૧ વાગ્યા બાદ શ્રી રત્નસાગરજી હાઇસ્કૂલના વિશાળ પટાંગણમાં ઊતર્યો. લોકેાના અદમ્ય ઉત્સાહ અને ઉમંગભર્યા વાતાવરણમાં દીક્ષાપ્રસંગ સંપન્ન થયા. શ્રી સુરવિંદ મુનિશ્રી ચંદ્રોદયવિજયજી નામે પૂ. આ. શ્રી વિજયકસ્તૂરસૂરીશ્વરજી મહારાજના શિષ્ય જાહેર થયા. છતાં ય લાકે તે તેઓશ્રીને ‘લાલા મહારાજ ' તરીકે જ ઓળખતા. આજે પણ સુરતના લોકો તેમને એ જ નામે આળખે છે. સયમ સ્વીકાર્યા બાદ તે જ વર્ષે ફાગણ સુદ પાંચમે વડી દીક્ષા થઈ. સયમપર્યાયના દિવસે વીતતાં જ તેઓશ્રીમાં દિનપ્રતિદિન ગુરુસમર્પણ આદિ વિશિષ્ટ ગુણેાની પણ વૃદ્ધિ થવા લાગી. તે એટલે સુધી કે પૂજ્ય ગુરુદેવશ્રી સેવાશુશ્રષામાં, તેઓશ્રીના અંતિમ શ્વાસ પર્યંત પાતાનુ સમર્થ વ્યક્તિત્વ, પ્રબળ પુણ્યાર્ક તેમ જ વિશાળ શિષ્યપરિવાર હોવા છતાં ય પૂ. ગુરુદેવની નિશ્રા છેડી નહી. એટલું જ નહિ, તેઓશ્રીની નાની કે મેટી આજ્ઞાનું ઉલ્લંઘન નહીં કરવા સાથે હરહ ંમેશ ગુરુભક્તિ ખજાવવા સદાય તત્પરતા દાખવી. તેથી જ તેએ ગુરુકૃપાપાત્ર ખનવા સાથે જ્ઞાનગંગાસ્વરૂપ ગુરુદેવશ્રીની નિશ્રામાં પ્રકરણ, ભાષ્ય, કમ ગ્રંથ, ન્યાય, વ્યાકરણ, સાહિત્ય આદિ વિષયા સાથે આગમનુ' અને કર્માં સાહિત્યનું તાત્ત્વિક જ્ઞાન-રહસ્ય મેળવી શકગ્રા. સાથેાસાથ પૂ. ગુરુદેવની વ્યવહારકુશળતા તેમ જ પૂ. ગુરુદેવના ધરાન્તના ગુણાને સક્રમ તેઓશ્રીમાં થયા. તેથી આજે પણ કટાકટીભર્યાં પ્રસંગે વ્યવહારુ નિયા લેવાની કુનેહ તેમ જ શાસનપ્રભાવનાની અનેક પ્રવૃત્તિમાં પડન–પાડન–વાચનાદિ વિદ્યાવ્યાસંગ જળવાઈ રહ્યો છે. આજે પૂજ્યશ્રી ઉન્નતિની ટોચે બિરાજે છે તે ગુરુસમર્પણથી પ્રાપ્ત પૂજ્ય ધરાજા ગુરુદેવશ્રીની પૂર્ણ કૃપાનું જ અનુપમ ફળ છે એમ કહેવુ અતિશયેક્તિભર્યુ નથી.
વ્યાખ્યાનવાચસ્પતિ મુનિઃ પૂજ્ય દાદાગુરુ આચાર્ય શ્રી વિજયવિજ્ઞાનસૂરીશ્વરજી મહારાજની નિઃસ્પૃહતા અને પૂજ્ય ગુરુદેવશ્રીની અનુપમ જ્ઞાનોપાસનાની પ્રવૃત્તિના કારણે દીક્ષાપર્યાયમાં અલ્પ વર્ષોમાં જ સમુદાયની તેમ જ વ્યાવહારિક પ્રવૃત્તિઓને સવ ખાજ તેઓશ્રીના શિરે આવી ગયા. તેથી પૂ. વડીલોની આજ્ઞાથી સં. ૨૦૦૯માં જાવાલથી ઉગ્ર વિહાર કરી અમદાવાદ પાંજરાપોળના ઉપાશ્રયે સૌ પ્રથમ ચાતુર્માસ કર્યું. કહેવાય છે કે ત્યારે પૂજ્યશ્રીની વૈરાગ્યસભર વાણી સાંભળવા ભાવિકાની અપૂર્વ ભીડ જામતી. કારણ કે વર્ણનીય પ્રસંગનું તાદેશ ચિત્ર ખડું કરી શ્રોતાઓને રસતરમેળ કરી દેવાની, હકીકતાને સચાટ અને સરળ રીતે રજૂ કરવાની, યથાપ્રસ`ગ પ્રાત્સાહિત કરવાની તેઓશ્રીમાં અજોડ શક્તિ છે. તેથી જ તેએશ્રીની અમૃતવાણી સાંભળવી એ જીવનના હ્તાવા ગણાય છે. તેએશ્રીની વાણીમાં પ્રાચીનતા તેમ જ આધુનિકતા, આગમિક અને વ્યાવહારિક દૃષ્ટાંતા, તાત્ત્વિક—માર્મિક અને સજનગ્રાહ્ય પદાર્થોના સમન્વય હાવાથી તેઓશ્રીનાં પ્રવચને કેવળ સુશ્રાવ્ય ન રહેતાં ચિંતનીય અને મનનીય પણ ખની રહે છે. આવી સ`વેગસભર વાણીથી અનેક આત્માએ ધર્મ સન્મુખ બનવા સાથે સંસારની અસારતા, માનવભવની મહત્તા, સંયમજીવનની યથાર્થતા જાણીને અણુગાર ધર્માંના માગે` આત્મકલ્યાણ સાધી રહ્યા છે. આવી ધર્મ પ્રેરક વ્યાખ્યાનશૈલીથી તેઓશ્રી • વ્યાખ્યાન-વાચસ્પતિ ’ તરીકે
Jain Education International 2010_04
શાસનપ્રભાવક
For Private & Personal Use Only
www.jainelibrary.org