________________
૧૨૪
શાસનપ્રભાવક
શ્રી ઘંટાકર્ણ મહાવીર મહુડી તીર્થના સ્થાપક પ્રકાંડ પ્રબોધમૂર્તિ પરમ યોગનિષ્ઠ; સમર્થ વાદવીર; વિશાળ ગ્રંથરાશિના કર્તા; “ શાસ્ત્ર વિશારદ'ની પદવી પ્રાપ્ત કરનાર; પૂર્વધારો
સમી શાસનપ્રભાવના કરનાર પૂ. આચાર્યપ્રવરશ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજ
ચારે બાજુ અંધશ્રદ્ધાને ગાઢ અંધકાર છવાયે હતે. ભૂત-પ્રેતના ઓછાયા નીચે ભુવાઓ ફૂલ્યાફાલ્યા હતા. ઢાંગધતીગે માઝા મૂકી હતી. (અંધશ્રદ્ધા અને અજ્ઞાનને વશ થઈ અસંખ્ય લોકે એમાં ફસાઈને ત્રાસ ભોગવી રહ્યાં હતાં. એવી વિષમ અને અસહ્ય સ્થિતિમાં પ્રાણીમાત્રના કલ્યાણની કામના વાંછતા એક ધર્મપુરુષનું દિલ દ્રવી ઉઠયું અને આ લોકોને ઉદ્ધાર કરવા મન તલસી રહ્યું. તેમના હૃદયમાં એક તિને પ્રાદુર્ભાવ થયે અને દિશાશૂન્ય લેકેને એક સાચો–દિવ્ય–પીડારહિત માર્ગ મળે. એ ધર્મપુરુષ હતા રોગનિષ્ઠ આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજ અને એ દિવ્ય તિ એટલે મહુડી (મધુપુરી)માં પૂજ્યશ્રીએ સ્થાપેલ શ્રી અરિહંત પરમાત્માના અનન્ય ઉપાસક, શાસનરક્ષક, પરોપકારરસિક યક્ષરાજ શ્રી ઘંટાકર્ણ મહાવીરદેવ. આજે આ શાસનરક્ષક શ્રી ઘંટાકર્ણ મહાવીરદેવને મહિમા એટલે પ્રભાવક અને વ્યાપક બન્યું છે કે ઠેર ઠેર તેમની મૂતિઓ પધરાવવામાં આવે છે.)
શીલ, સંસ્કાર અને સુવિશુદ્ધ સંયમની સૌરભથી સદા સુરભિત ગુણિયલ ગુર્જરદેશની શસ્યશ્યામલા રત્નગર્ભા ભૂમિ પર એક દિવસ એક તેજપુંજ પ્રગટ્યો. એ ભૂમિ તે સુરમ્ય આમ્રઘટાઓ વચ્ચે શોભતાં પ્રાચીન જૈન ઉત્તગ જિનાલયે વડે શોભતી વિજાપુર (વિદ્યાપુર) નગરી; અને દિવસ તે વિ.સં. ૧૯૩૦ના મહા માસને કૃષ્ણ પક્ષની ચતુર્દશીને ધન્ય દિવસ. તે ધન્ય દિવસે પાટીદાર જ્ઞાતિના અગ્રગણ્ય શ્રી શિવાભાઈ પટેલની શીલવતી ભાર્યા અંબાબહેનની રત્નકુક્ષીએ તેજસ્વી પુત્રને જન્મ આપ્યો. ઝગમગતું ભવ્ય લલાટ, પ્રેમસાગર સમાં નયન, પ્રભાવશાળી મુખારવિંદ અને સસ્મિત ચહેરે આબાલવૃદ્ધ સૌને આકર્ષી રહ્યો. ફેઈએ નામ પાયું બહેચરદાસ. શૈશવકાળથી બાળકમાં મહાત્માનાં લક્ષણો દષ્ટિગોચર થતાં હતાં. એક વાર, નાનકડા બહેચરને ઝાડની ડાળીએ ઝોળી બાંધીને સુવડાવ્યા હતા, ત્યાં ઉપર મેટો સાપ આવીને બેઠે. સૌ હતપ્રભ થઈ ગયાં, પ્રાર્થના કરવા લાગ્યાં. એટલામાં સાપ આપોઆપ ધીમે ધીમે સરકીને ચાલ્યા ગયે. આ વાત સાંભળી એક મહાત્માએ ભવિષ્યવાણી ભાખી કે, “ય સ્ર ઘઉં સંત થોપી દો ” અને બાળક બહેચરે મેટા થતાં એવાં લક્ષણો બતાવવા પણ માંડ્યાં. બહેચર ભણવામાં અને રમત-ગમતમાં અગ્રેસર રહેવા લાગ્યા. ગુજરાતી, સંસ્કૃત, અંગ્રેજી આદિ ભાષાઓ સારી રીતે શીખીને પાંચ ધેરણ સુધી તે પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો. એવામાં એક ચમત્કારી બનાવ બને ? ત્યાગ, તપ અને સંયમની સાક્ષાત્ મૂતિ સમા બે સંતપુરુષે સંસારને પાવન કરતાં કરતાં ગામની બહાર ઈંડિલ-ભૂમિએ જઈ રહ્યા હતા, ત્યાં અલમસ્ત બે ભેંશે લડી રહી હતી. બહેચરને થયું કે આ ભેંશે મહાત્માઓને અડફેટે
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org