________________
૧૦૭
શ્રમણભગવંતો-ર પૂ. શાસનસમ્રાટશ્રીના છેલ્લા શિષ્યરત્ન, બાળકોમાં
અવિરત સંસ્કારસિંચન કરનારા: પૂ. આચાર્યશ્રી વિજયનીતિપ્રભસૂરીશ્વરજી મહારાજ - પૂજ્યપાદ આચાર્ય શ્રીમદ્ વિજ્યનીતિપ્રભસૂરીશ્વરજી મહારાજ પૂ. શાસનસમ્રાટશ્રીના છેલ્લા શિષ્યરત્ન અને સમુદાયના મહાન સૂરિવર હતા. તેમનું વતન સૌરાષ્ટ્રનું વાછિયા ગામ. પિતા બહેચરદાસ અને માતા દિવાળીબહેનને ત્યાં સં. ૧૯૬૭ના ફાગણ વદ ૧ને દિવસે જન્મ લીધે. તેમનું સંસારી નામ છેટાલાલ હતું. છોટાલાલ મેટ્રિક સુધીને અભ્યાસ કરીને ધંધામાં જોડાયા પરંતુ બાળપણથી જ ધાર્મિક પ્રવૃત્તિમાં ખૂબ રસ હતો. ન્યાય, નીતિ અને પ્રામાણિક્તાના સ્વાભાવિક ગુણથી શેભતા તેઓ સર્વને પ્રિય બની ગયા હતા. યંગ્ય વયે તેમના લગ્ન સં. ૧૯૯૫માં સંસ્કારી લીલાવતીબહેન સાથે થયા. માતાપિતાના સ્નેહને વશ થઈને લગ્ન તે કરી લીધા, પણ પુણ્યદય અને ભાગ્યોદય તે ચાલુ જ હતું. સંસારમાં પડવા છતાં મન વૈરાગ્યવાસિત બનતું જતું હતું. એમાં પતિની ઈચ્છા જાણનાર પત્નીએ ખરેખર સહધર્મચારિણીનું કામ કર્યું. તેમણે પતિને સંયમમાર્ગે જવામાં સાથ આપે. એમ ને એમ પાંચ વર્ષ પસાર થયાં. એવામાં પૂ. શાસનસમ્રાટથી ગચ્છાધિપતિ આચાર્યભગવંત શ્રીમદ્ વિજયનેમિસૂરીશ્વરજી મહારાધિરાજના પરિચયમાં આવ્યા. પૂજ્યશ્રી આ રત્નને પ્રથમ દષ્ટિએ જ પારખી ગયા. પૂજ્યશ્રીનાં વૈરાગ્યરંગ્યાં વ્યાખ્યાને સાંભળીને છોટાલાલભાઈ અને લીલાવતીબેનની ધર્મભાવના વધુ દઢ બની. સંસારરસને બદલે વૈરાગ્યરસને યૌવન મળ્યું. સં. ૨૦૦૦માં શાસનસમ્રાટશ્રીને સ્વમુખે આજીવન બ્રહ્મચર્યવ્રત લીધું અને સંયમમાગે સંચરવા પ્રથમ પગલું માંડયું. લીલાવતીબેને પણ આ વ્રતને હોંશે હોંશે વધાવી લીધું. સં. ૨૦૦૨ના જેઠ સુદ ને દિવસે પૂ. શાસનસમ્રાટશ્રીના છેલ્લા શિષ્ય તરીકે દીક્ષા અંગીકાર કરી મુનિશ્રી નીતિપ્રભવિજ્યજી નામે ઘોષિત થયા.
દીક્ષા ગ્રહણ કરીને પૂજ્યશ્રી જ્ઞાન-ધ્યાન-સ્વાધ્યાય અને ગુરુભક્તિમાં લીન રહેવા લાગ્યા. શા, ન્યાય, વ્યાકરણ, તિષ આદિ ગ્રંથને ઊંડો અભ્યાસ કર્યો. લીલાવતીબહેને પણ સં. ૨૦૦૬ના જેઠ સુદ ને દિવસે પૂ. શાસનસમ્રાટશ્રીના સાધ્વીસમુદાયમાં દીક્ષા લઈને પૂ. પ્રભાશ્રીજી મહારાજનાં શિષ્યા સાધ્વી શ્રી લલિતપ્રભાશ્રીજી નામ ધારણ કર્યું. તેમના સંસારી બંધુ તિલાલભાઈ એ પણ પૂ. શાસનસમ્રાટશ્રીના સમુદાયમાં જ મુનિ શ્રી રત્નપ્રભવિજ્યજી નામે દીક્ષા અંગીકાર કરી. પૂ. શાસનસમ્રાટશ્રી મહુવામાં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા બાદ પૂ. આ. શ્રી વિજયસૂરીશ્વરજી મહારાજ તથા પૂ. આ. શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજના સાન્નિધ્યમાં રહીને સેવાભક્તિ કરવાપૂર્વક શાસ્ત્રાભ્યાસ ચાલુ રાખ્યો અને તિષવિદ્યામાં પારંગત બન્યા. પૂ. ગુરુદેવના તેઓશ્રી પર અમાપ ઉપકાર હતા. તેઓશ્રીને સં. ૨૦૨૦માં ભાવનગર મુકામે ગણિપદ, સં. ૨૦૨૧ના માગશર સુદ પાંચમે વરતેજ મુકામે પંન્યાસપદ અને સં. ૨૦૩૦ના અષાઢ સુદ ૧૦ના દિવસે પાલીતાણા મુકામે આચાર્યપદથી અલંકૃત કરવામાં આવ્યા.
Jain Education International 2010-04
For Private & Personal Use Only
www.jainelibrary.org