________________
૧૦૬
શાસનપ્રભાવક જ્ઞાનમંદિર-જિનમંદિરના નિર્માતા પૂ. આચાર્યશ્રી વિજયકીર્તિચંદ્રસૂરીશ્વરજી મહારાજ
ગુજરાતની ગરવી ભૂમિ સંત-મહંતનું જન્મસ્થાન છે. ભગવાન વીરપ્રભુનું શાસન એવા સંતોથી શોભી રહ્યું છે, તેમાં એક વિભૂતિ તે પૂ. આચાર્યશ્રી વિજ્યકીર્તિસૂરીશ્વરજી મહારાજ છે. તેમને જન્મ પેટલાદ પાસે પિરડા ગામે થયો હતે. પિતા અંબાલાલ અને માતા સમરથ બેનને ત્યાં સં. ૧૯૭૮ની કાર્તિકી પૂર્ણિમાએ જન્મેલા આ પુણ્યાત્મામાં પૂર્વ ભવના ધર્મસંસ્કાર હતા. એમાં માતા-પિતા અને કુટુંબ તરફથી પણ ધાર્મિક વાતાવરણ વારસામાં મળ્યું. નવ વર્ષની વયે પાલીતાણા–ગુરુકુળમાં અભ્યાસ કરવા મૂક્યા. વ્યાવહારિક શિક્ષણ સાથે ધાર્મિક શિક્ષણમાં વધુ ને વધુ રસ પડતો રહ્યો. એમાં સિદ્ધાચલ મહાતીર્થની છત્રછાયા અને રેજ રેજ સાધુભગવંતના દર્શનને લીધે તેમનામાં ધર્મ પ્રત્યેની અભિરુચિ વધવા સાથે સંયમ
સ્વીકારવાનાં સ્વપ્ન જાગૃત થવા લાગ્યાં. અભ્યાસ પૂર્ણ થતાં વતન આવવું પડ્યું, પણ મનની ઈચ્છાઓ દૂર થઈ નહીં. માતા-પિતા એમના આ મનેભાવને જાણી ગયાં હોય તેમ સંસારની માયાજાળમાં ફસાવ્યા. લગ્નજીવનમાં એક પુત્રની પ્રાપ્તિ થઈ ત્યાં વૈરાગ્યભાવના વધુ પ્રબળ બની. આ વખતે તેમના ધર્મપત્નીએ પણ સાથ આપે. પતિ-પત્ની બંનેએ સંયમ સ્વીકારવાને નિશ્ચય કર્યો અને પૂ. શાસનસમ્રાટશ્રીના પટ્ટધર પૂ. આ. શ્રી વિજયકસ્તૂરસૂરીશ્વરજી મહારાજના શિષ્ય બની મુનિશ્રી કીર્તિચંદ્રવિજ્યજી તરીકે ઘોષિત થયા.
દીક્ષા ગ્રહણ કરીને પૂ. ગુરુદેવેની સેવામાં જીવન સમર્પિત કર્યું. ધર્મશા, ન્યાય, વ્યાકરણ, કેશ-કાવ્યાદિ સાહિત્યને ઊંડો અભ્યાસ કરી સમર્થ વક્તા બન્યા. સં. ૨૦૧૪માં પૂનામાં ગણિપદ, સં. ૨૦૧૪માં બેંગરમાં પંન્યાસપદ, સં. ૨૦૨૪માં મુંબઈ બોરીવલી (પૂર્વ)માં ઉપાધ્યાયપદ અને સં. ૨૦૨૯માં અમદાવાદ-પાંજરાપોળમાં આચાર્ય પદ પ્રદાન કરવામાં આવ્યાં. દરેક મુનિભગવંતને ભક્તિ રસ લીધા પછીથી ઠેઠ આચાર્યપદ સુધી સારણું–વારણ-ચેયણ-પડિયણ–ચાલુ જ હતાં. તેઓશ્રીના શિષ્ય પંન્યાસ શ્રી જયકીતિ. વિજયજી ગણિ પણ સેવા-ભક્તિ-જ્ઞાન-ધ્યાન વડે સંયમજીવન ધન્ય બનાવી રહ્યા છે. પૂજ્યશ્રીના ભગીરથ પ્રયત્ન વડે શાસનપ્રભાવનાનાં વિવિધ કાર્યો સમ્પન્ન થતાં રહે છે, જેમાં અમદાવાદમાં પારૂલનગરમાં જ્ઞાનમંદિર તથા શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનનું શિખરબંધી દેરાસર ટૂંક સમયમાં તૈયાર કરાવીને પૂ. શાસનસમ્રાટશ્રીના ગીતાર્થ શિરોમણિ, સિદ્ધાંત વાચસ્પતિ, ન્યાય
તિષવિશારદ પૂ. આ. શ્રી વિજયસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર નીડર વક્તા, સિદ્ધાંતવાચસ્પતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય મેરુપ્રભસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં-વિશાળ સાધુસમુદાયની ઉપસ્થિતિમાં સં. ૨૦૪૧ના વૈશાખ સુદ ૮ને રવિવારે મહામહોત્સવ પૂર્વક પંચકલ્યાણક ઊજવીને પ્રતિષ્ઠા કરાવી છે. એવા એ મહાન પ્રભાવકશ્રીને અંતઃકરણપૂર્વક વંદન!
(જયકતિ ઈન્ડસ્ટ્રીઝ-અમદાવાદના સૌજન્યથી)
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org