________________
શ્રમણભગવંતો-૨ આદિ વિરાજે છે. પૂ. ગણિ શ્રી પુષચંદ્રવિજયજીના શિષ્ય તપસ્વી મુનિ શ્રી પુણ્યચંદ્રવિજયજી છે. પૂ. ગણિ શ્રી સેમચંદ્રવિજ્યજી સંસારી પક્ષે તેઓશ્રીના ભત્રીજા થાય છે. પૂજ્ય સાગરજી મહારાજના સમુદાયમાં પૂ. સાધ્વીજી યશસ્વિની શ્રીજી સંસારી પક્ષે તેઓશ્રીનાં બહેન થાય છે. એટલું જ નહિ, પૂજ્યશ્રીના પ્રશિષ્યની પણ ઉજજવલ પરંપરા છે. જાપાનના કેબે જિનાલયની તથા લેસ્ટરના જિનાલયની પ્રતિષ્ઠાનાં મંગલ મુહૂર્ત પૂજ્યશ્રીએ કાઢી આપ્યાં છે. એવા એ પ્રખર શાસનપ્રભાવક આચાર્યદેવને કેટિશઃ વંદન !
શબ્દાદિ શાસ્ત્રના વિષયમાં જેહની પ્રતિભા ઘણી, વળી પૂર્ણિમાએ જન્મ સાધ્યો પૂર્ણતા વરવા ભણી; શ્રી દેવસૂરિચરણકમલે મધુકર સમાજે ગુંજતા,
લધુ હેમચંદ્ર શું અવતર્યા કલિકાલમાં ફરી દીસતા, પૂ. આચાર્યશ્રી વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ
શીલની શોભા અને પ્રજ્ઞાની પ્રભા ક્યારેય ઝાંખી પડતી નથી. આ તો જીવન–સાધનાની સનાતન શક્તિઓ અને આત્માની અમરતાના ઓજસને પ્રગટાવનારું દિવ્ય રસાયણ છે. અને જે એની સાચા અંતરથી આરાધના કરે છે તેને એ આંતરિક ગુણસંપત્તિથી ન્યાલ કરી દે છે. સાધુતાને રેહ આ શીલ–પ્રજ્ઞાની સાધનાને ભવ્ય રાહ છે, અને એ રાહ પુણ્યયાત્રી બનેલે માનવી નિર્ભયતાનું કવચ, નિખાલસતાનું શસ્ત્ર અને નિર્દોષતાનું બળ ધારણ કરીને સંસારના સમરાંગણમાં વિજય પ્રાપ્ત કરે છે. એ અદ્ભુત વિજય, કે જેમાં કેઈને પરાભવ કરવાને બદલે, સૌની સાથેના વેર–વિરોધને શમાવી દે છે, વિશ્વના નાના-મોટા સમસ્ત જી સાથે મિત્રતાને મંગલકારી નાતે બાંધે છે. શીલ–પ્રજ્ઞા કે જ્ઞાનકિયાની સાધનાને આ રાહ એટલે સમતા, અહિંસા, કરુણા, વાત્સલ્ય અને સત્યને પામવાનો રાહ અને સચ્ચિદાનંદ મંગલ મંદિરનું પ્રવેશદ્વાર. છેક પ્રાચીન સમયથી કંઈક જીવનસાધક સંતે આ માર્ગને સમજ અને ઉલ્લાસથી અપનાવતા રહ્યા છે, અને સાધુસંતોની પરંપરાને, નીતિ-સદાચારની ભાવનાને અને ધર્મપ્રભાવનાની તને અખંડિત રાખતા રહ્યા છે. માનવજીવનને સફળ અને ઉજજવળ બનાવવાનું એક માત્ર આ જ માર્ગ છે. એ માર્ગથી અજાણ્યા કે એ માગને વીસરી જનારા વ્યક્તિ કે સમૂહ માનવજીવનને દાનવજીવનથી કે પશુજીવનથી જુદું પાડતી ભેદરેખાને ભૂંસી નાખીને માનવજીવનની મહત્તા અને ગુણવત્તા ગુમાવી બેસે છે. દુનિયામાં ધર્મભાવનાની
તને ઝળહળતી રાખીને માનવદેહ ધારીને સાચે માનવી બનવાને રાહ બતાવવામાં ભગવાન તીર્થકરોએ પ્રરૂપેલી શ્રમણ સંસ્કૃતિએ જે ફાળો આપ્યો છે તે અસાધારણ અને અમૂલ્ય છે. પ્રત્યેક આત્મામાં પરમાત્મા કે પરમેશ્વર છુપાયે છે અને ધર્મપુરુષાર્થ અને મોક્ષપુરુષાર્થને બળે કઈ પણ આત્મા પરમાત્મા બની શકે છે એવું જૈન ધર્મનું ઉદ્દબોધન ભગવાન તીર્થકરના ધર્મશાસનને અન્ય ધર્મશાસનોથી જુદું પાડે છે, અને આ જ જેનશાસનનું
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org