________________
શ્રમણભગવંતે-૨
૧૧૭
જ્ઞાન-ધ્યાન અને વિનય-વિવેકના યશસ્વી સૂરિવર પૂ. આર્ય શ્રી વિજયનયપ્રભસૂરીશ્વરજી મહારાજ
પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી વિજયનયપ્રભસૂરીશ્વરજી મહારાજ કે જેઓશ્રી પૂજ્યપાદ શાસનસમ્રાટ આચાર્ય ભગવંત શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજાધિરાજના પટ્ટધર શ્રી શાસનરત્ન આચાર્યદેવેશ શ્રી વિજયેદયસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર પૂજ્યપાદ શાસનપ્રભાવક આચાર્યદેવ શ્રી વિજ્યમેતીપ્રભસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર છે, તેમને જન્મ સં. ૧૯૯૫ના કારતક સુદ ૧૧ને દિવસે અમદાવાદમાં થયો. પિતાનું નામ સારાભાઈ અને માતાનું નામ શારદાબેન હતું. તેમનું સંસારી નામ નરેન્દ્ર હતું. નરેન્દ્રની ૧૨ વર્ષની વયે સં. ૨૦૦૭માં અમદાવાદહકીભાઈની વાડીએ પૂ. શાસનસમ્રાટશ્રીના સમુદાયમાં એકસાથે સેળ વિદ્વાન મુનિવરેને પંન્યાસપદવી અર્પણ કરવાને પ્રસંગ ભવ્યાતિભવ્ય રીતે ઊજવાયેલ. તેમાં પૂ. આ. શ્રી વિજયતી પ્રભસૂરીશ્વરજી મહારાજ તે સમયે પૂ. પંન્યાસ શ્રી મતીપ્રવિજયજી મહારાજના નામે જાહેર થયેલ. તે પૂ. પંન્યાસજી નરેન્દ્રના સંસારીપણે માસા થતા હતા. તેથી નરેન્દ્ર કુટુંબીજને સાથે અવારનવાર વંદન કરવા આવતા. તેમાં એકવાર પૂ. પંન્યાસજી મહારાજે દીક્ષા માટે પ્રેરણા કરી કે બેલ, તારે દક્ષા લેવાની ભાવના છે? અને પૂજ્યશ્રીનાં વચન સાંભળતાં જ નરેન્દ્રને દીક્ષા લેવાની ભાવના જાગી. એણે કહ્યું કે, મારી દીક્ષા લેવાની ભાવના છે. તેમની ઉત્કૃષ્ટ ભાવના જોઈ માતાપિતાએ પણ સહર્ષ અનુમતિ આપી. અને પૂજ્યપાદ ગીતાર્થ શિરેમણિ આચાર્યદેવ શ્રી વિજયસૂરીશ્વરજી મહારાજે મુહૂર્ત કાઢયું. ૨૦૦૭ના વૈશાખ સુદ ના શુભ દિને મહામહોત્સવ પૂર્વક અમદાવાદ-પાંજરાપોળના ઉપાશ્રયે ૧૨ વર્ષની ઉંમરે નરેન્દ્ર સંયમ ગ્રહણ કરીને બાલમુનિશ્રી નયવિજયજી નામે પૂ. પં. શ્રી મેતીવિજ્યજી મહારાજના શિષ્ય ઘોષિત થયા. નાની ઉંમરમાં દીક્ષા લઈને પૂજ્યપાદ ગુરુભગવંતની સેવા-ભક્તિ, જ્ઞાન-ધ્યાન, વિવેક દ્વારા દિન-પ્રતિદિન વિકાસ પામતા રહ્યા. આગમસૂત્રના યોગદ્વહન કરવાપૂર્વક સં. ૨૦૨હ્ના ફાગણ વદ ૩ના ગણિપદ, ફાગણ વદ ૬ના પંન્યાસપદ, સં. ૨૦૩૩ના વૈશાખ સુદ પાંચમે કેશરિયાજીનગર-પાલીતાણામાં ઉપાધ્યાયપદ અને સં. ૨૦૩પના ફાગણ સુદ ૩ના દિવસે ભાવનગર મુકામે તૃતીયપદ-આચાર્યપદ પૂજ્યપાદ ગુરુદેવશ્રી હસ્તે અર્પણ કરવામાં આવ્યાં.
પૂ. આચાર્યશ્રી વિજ્યનયપ્રભસૂરીશ્વરજી મહારાજ સંયમ સ્વીકાર્યા પછી આજીવન પૂ. ગુરુદેવશ્રી સાથે રહીને સેવા-ભક્તિમાં મગ્ન રહ્યા છે, જેથી પૂ. ગુરુદેવશ્રીના અદશ્ય આશીર્વાદથી આજે પણ શાસનપ્રભાવનાનાં અપૂર્વ કાર્યો કરીને જૈનશાસનને જય જ્યકાર પ્રવર્તાવી રહ્યા છે. એવા એ પૂજ્યપાદ આચાર્યદેવને કેટિ કોટિ વંદન !
(સંકલનઃ મુનિશ્રી લબ્ધિવિજયજી મહારાજ ).
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org