________________
શ્રમણભગવતો-૨
૧૧૯
આગમસૂત્રના અભ્યાસી, પ્રખર પ્રવચનકાર પૂ. આચાર્યશ્રી વિજયવિકાસચંદ્રસૂરીશ્વરજી મહારાજ
- વ્યાકરણ, સાહિત્ય, ન્યાય, કાવ્ય અને આગમસૂત્રોના સમર્થ અભ્યાસી તેમ જ સમર્થ પ્રવચનકાર આચાર્યશ્રી વિજયવિકાસચંદ્રસૂરીશ્વરજી મહારાજની જન્મભૂમિ રાજસ્થાનના શ્રી વરકાણા તીર્થ પાસે આવેલું સાચેટી ગામ. સં. ૧૯૮ન્ના મહા વદ ૧૪ને દિવસે તેમનો જન્મ થયો. પિતાનું નામ મયાચંદજી દેવીચંદજી. માતાનું નામ સુમતિબાઈ. એમનું નામ વક્તાવરમલજી. બાલ્યાવસ્થામાં મળેલા ધર્મસંસ્કારને કારણે તેમની રુચિ અને પ્રવૃત્તિ ધર્મ પ્રત્યે વધુ ખેંચાવા લાગી. કુમારાવસ્થામાં સૌ યુવક મેજમજા માણતા હોય છે ત્યારે તેમને આવા મજશેખ પ્રત્યે હંમેશાં અરુચિ રહેલી. ધર્મ પ્રત્યેની રુચિ દિવસે દિવસે ગાઢ થતી જતી હતી. એવામાં એક દિવસ, તેમની ૨૨ વર્ષની ભરયુવાન વયે, સાહિત્યસમ્રાટ પૂ. આ. શ્રી વિજયેલાવણ્યસૂરીશ્વરજી મહારાજની પુણ્ય પ્રેરણા પામી, વૈરાગ્યભાવનાને સાકાર બનાવી. સં. ૨૦૧૦ના કારતક વદ ૩ના પાવન દિવસે, પૂના શહેરમાં, પૂજ્ય આચાર્યશ્રીના વરદ હસ્તે દિક્ષા ગ્રહણ કરીને પૂ. આ. શ્રી વિજયેલાવણ્યસૂરીશ્વરજીના શિષ્ય મુનિશ્રી વિકાસ વિજયજી બન્યા.
નામ એવા ગુણ પ્રમાણે મુનિશ્રી વિકાસ વિજ્યજી મહારાજ પણ તપ, ત્યાગ, ધ્યાન અને સંયમની સાધના સાથે જ્ઞાનાભ્યાસમાં વિકાસ સાધવા લાગ્યા. જૈન સિદ્ધાંતે ઉપરાંત વ્યાકરણ. સાહિત્ય, દર્શન, ન્યાય, કાવ્ય આદિને ઊંડે અભ્યાસ કર્યો. વિનય-વૈયાવચ્ચ દ્વારા ગુરુભક્તિને પણ લાભ મેળવતા રહ્યા. તલસ્પર્શી અભ્યાસ અને આકર્ષક વસ્તૃત્વશક્તિને કારણે પૂજ્યશ્રીની પ્રવચનશૈલી દિવસે દિવસે વિકસવા લાગી. પૂજ્યશ્રીની અદ્દભુત નિરૂપણશૈલીએ અનેક ભાવિકેના અંતરમાં ધર્મજાગૃતિ અને ધર્મોલ્લાસ પ્રગટવા લાગ્યાં. તેઓશ્રીની સાધના અને શાસનપ્રભાવનાને વિકાસ જોઈને પૂ. આ. શ્રી વિજયસુશીલસૂરીશ્વરજી મહારાજે સં. ૨૦૩૦માં ઉદયપુરમાં તેઓશ્રીને ગણિપદ અને પંન્યાસપદથી વિભૂષિત કર્યા. સં. ૨૦૩૫ના વૈશાખ સુદ ૧૧ના સાદડી મુકામે અંજનશલાકા-પ્રતિષ્ઠા મહોત્સવ સાથે સાથે, હજારની માનવમેદની વચ્ચે, પૂ. આ. શ્રી વિજયસુશીલસૂરીશ્વરજી મહારાજના શુભ હસ્તે ઉપાધ્યાયપદે અને સં. ૨૦૩પના અષાઢ સુદ ૧૦ના શુભ દિને રાજસ્થાનગુડાબાતાનમાં પૂ. ગુરુદેવશ્રીના વરદ હસ્તે જ આચાર્યપદે આરૂઢ કરવામાં આવ્યા. પૂજ્યશ્રીએ મહારાષ્ટ્ર, સૌરાષ્ટ્ર, રાજસ્થાન, મેવાડ આદિ પ્રદેશોમાં વિચરીને પૂજને, અનુષ્ઠાને, પ્રતિષ્ઠાઓ, યાત્રાઓ, દીક્ષાઓ વડે ઘણી પ્રભાવનાઓ થઈ હતી. વંદન હજો એ પૂજ્યવર–સૂરિવરને !
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org