________________
શ્રમણભગવંતો-ર
૧૧૩ પામે છે, એ માટે તે તત્વજિજ્ઞાસુ તરીકે, આદર અને ભક્તિપૂર્વક પૂજ્યશ્રીને નિકટનો પરિચય સાધવે જોઈએ. કારણ કે પિતાની શક્તિ, સફળતા અને વિદ્વત્તાને છુપાવી રાખવાની મને વૃત્તિના તેઓશ્રી ચાહક છે. પૂ. આ. શ્રી વિહેમચંદ્રસૂરીશ્વરજી મહારાજની આવી વિરલ સિદ્ધિનાં મૂળ એમના કૌટુંબિક સંસ્કારમાં, પૂર્વજન્મના સંસ્કારમાં અને નાનપણમાં જ અંતરમાં પ્રગટેલી સાધુજીવન પ્રત્યેની અભિરુચિમાં રોપાયેલાં હોય એમ લાગે છે. તેઓશ્રીની જન્મભૂમિ જંબુસર પાસેનું નાનું સરખું અણખી ગામ. ગામમાં જેનનું એક જ ઘર. એ ઘર તે એમના દાદા દીપચંદભાઈ અને દાદીમા ડાહીબહેનનું ઘર. એ બન્નેના જીવનમાં ધર્મશ્રદ્ધા સારી રીતે સિંચાયેલી. તેઓ ઘરમાં ઘરદેરાસર રાખીને પૂજાભક્તિ કરે અને સાધુમહારાજે અને સાથ્વીમહારાજની ઉલ્લાસપૂર્વક ભક્તિ-સેવા કરીને જીવનને કૃતાર્થ બનાવે. આ ધર્મસંસ્કારો એમના પુત્ર હીરાભાઈ અને પુત્રવધૂ પ્રભાવતીબહેનમાં ઊતર્યા. શ્રી હીરાભાઈને ત્રણ પુત્ર અને બે પુત્રીઓ એમ પાંચ સંતાનોને પરિવાર. પહેલું સંતાન પુત્રી ઈન્દુ; બીજું સંતાન પુત્ર ધનસુખ; ત્રીજુ સંતાન પુત્ર હસમુખ ચોથું સંતાન પુત્રી હંસા અને પાંચમું સંતાન પુત્ર પ્રવીણ. આ પાંચ ભાઈ-ભાંડુઓમાંના વચેટ હસમુખભાઈ તે જ આપણા આચાર્યશ્રી વિજય હેમચંદ્રસૂરિજી મહારાજ. સં. ૧૯૯૩ના પિષી પૂનમના દિવસે એમને જન્મ. ત્યાર બાદ, હીરાભાઈ વ્યવસાયાર્થે પિતાના કુટુંબ સાથે અમદાવાદ આવ્યા ને સાબરમતીમાં વસ્યા. તે સમયે હસમુખભાઈની ઉંમર તે નાની હતી, પણ ભાવિને કઈ શુભ સંકેત કહે કે, તેમને બચપણથી જ રમત-ગમત પ્રત્યે ઓછું આકર્ષણ હતું અને અભ્યાસ પ્રત્યે વધારે રુચિ હતી. બુદ્ધિ પણ એવી તેજસ્વી કે
ડું ભણે અને કેડામાં વધારે વસી જાય. અને એ બધા કરતાં વધારે આકર્ષણ ધર્મ પ્રત્યે હતું. દસ વર્ષની સાવ પાંગરતી ઉંમરે જ એમના મનમાં એવા એવા ભાવ જાગતા કે, વીતરાગ પરમાત્માના ધર્મનું શરણ સ્વીકારીને મારા જીવનને ઉજમાળ બનાવું. આ ભાવના એમના મનને ખાન-પાન અને મોજમજાના સામાન્ય આનંદ પ્રત્યે ખેંચાઈ જતા રોકી રાખતી. એવામાં સં. ૨૦૦૨ની સાલનું પ. પૂ. આ. શ્રી વિજયઅમૃતસૂરિજી મહારાજનું ચોમાસું મુનિશ્રી દેવવિજયજી, મુનિશ્રી પુણ્યવિજયજી, મુનિશ્રી ધુરંધરવિજયજી, આદિ પરિવાર સાથે સાબરમતીમાં થયું. હસમુખભાઈને તે આ મનગમતે સુયોગ સાંપડ્યો ! એમની ધર્મરુચિને ખીલવવાને અવસર આવી ઊભે. એમના હૃદયમને ધમરંગ વધુ પાક બન્યું. આ પછીના વર્ષો, સં ૨૦૦૩નું ચોમાસું પૂ. શાસનસમ્રાટશ્રીનું થયું. તેઓશ્રી સાથે પૂ. આ. શ્રી વિદયસૂરિજી મહારાજ, પૂ. આ. શ્રી વિજયનંદનસૂરિજી મહારાજ, પૂ. મુનિરાજ શ્રી મેરુવિજ્યજી, પૂ. મુનિરાજ થી દેવવિજયજી આદિ હતા. આ પ્રસંગે હસમુખભાઈની ત્યાગ-વૈરાગ્ય-સંયમની ભાવનાને વિકાસ કરવામાં ખાતર-પાણીનું કામ કર્યું અને ત્યારથી એમને સંસારરસ ફિક્કો લાગવા માંડ્યો. પછી તે એમણે શાળાને અભ્યાસ છોડીને અમદાવાદમાં લુણાવાડામાં ચામુર્માસ બિરાજતા પૂ. મુનિરાજ શ્રી મેરુવિજ્યજી (વર્તમાન આચાર્ય શ્રી વિજય રુપ્રભસૂરિજી) અને પૂ. મુનિરાજ શ્રી દેવવિજયજી (વર્તમાન આચાર્ય શ્રી વિજયદેવસૂરિજી)ના સાંનિધ્યમાં રહીને,
શ્ર. ૧૫
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org