________________
શ્રમણભગવંતા-૨
સ્પષ્ટ, નીડર, પ્રખર, પ્રભાવક ખ્વચનકાર
પૂ. આચાર્ય શ્રી વિજયસૂર્યાદયસૂરીશ્વરજી મહારાજ
પૂ આચાર્ય દેવશ્રી વિજયસૂર્યદયસૂરીશ્વરજી મહારાજનું મૂળ વતન ગાધરા ( પ`ચમહાલ ). વાડીલાલ શંકરલાલના કુટુંબમાં શ્રી કાંતિલાલભાઈને ઘેર સ. ૧૯૯૦ના પ્રથમ વૈશાખ સુદ ૯ને ગુરુવારે ખાડીબાર ( જિ. ગોધરા ) મુકામે જન્મ થયા. પૂજ્યશ્રીનુ કુટુંબ પ્રથમથી જ ધાર્મિક વૃત્તિવાળું હતું. નાનપણથી જ માતાપિતાએ તેમને પૂ. આ. શ્રી વિજયવિજ્ઞાનસૂરીશ્વરજી મહારાજ તથા પૂ. આ. શ્રી વિજયશુભંકરસૂરીશ્વરજી મહારાજ પાસે અભ્યાસાથે મૂકયા. અભ્યાસ કરતાં કરતાં યેાગ્યતા પ્રાપ્ત કરી લીધી ત્યારે પૂ. ગુરુદેવએ માતા શાંતાબહેન અને પિતા કાંતિભાઈ ને આ તેજસ્વી રત્ન શાસનને ચરણે અર્પણ કરવાની વાત કરી. માતાપિતાએ સહ સમતિ પ્રગટ કરી. સ. ૨૦૦૩ના માગશર સુદ ૧૪ને મગલ ને પરેલી તીથે પૂ.આ. શ્રી વિજયશુભ'કરસૂરીશ્વરજીના વરદ હસ્તે સંયમ સ્વીકારીને મુનિશ્રી સૂર્યોદયવિજયજી નામે ઘોષિત થયા.
દીક્ષા ગ્રહણ કરીને પૂ. ગુરુદેવની નિશ્રામાં શાસ્ત્રાભ્યાસ કરવાપૂર્વક સેવાભક્તિમાં આગળ વધતા રહ્યા. સં. ૨૦૨૨માં પૂ. સંઘનાયક આચાર્ય ભગવંત શ્રી વિજયન દ્યનસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં શ્રી ભગવતીસૂત્રનાં યાગાદ્વહન કર્યાં અને આસા વદ ૬ને દિવસે ગણિપદથી, સ. ૨૦૨૩ના પોષ સુદ ૧૧ને દિવસે પંન્યાસપદ્મથી અને સં. ૨૦૩૦ના અષાઢ સુદ પાંચમને દિવસે ઉપાધ્યાયપદથી વિભૂષિત કરવામાં આવ્યા. સં. ૨૦૨૨થી પૂ. સંઘનાયકશ્રી સાથે રહીને તેઓશ્રીની અનુપમ સેવા કરી. સ. ૨૦૩૨માં પૂ. સંઘનાયકશ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજ કાળધર્મ પામ્યા ત્યાં સુધી અખંડ સેવા કરી. આજે પૂજ્યશ્રી છ સમર્થ શિષ્યા સાથે અનેકવિધ શાસનપ્રભાવનામાં વ્યસ્ત હોય છે. એમની સરળ અને પ્રાસાદિક વાણીમાં થતાં પ્રવચને - સાંભળવા અસંખ્ય ભાવિકા ઉપસ્થિત હોય છે. એવા એ નીડર, તેજસ્વી અને પ્રખર પ્રવચનકાર આચાય દેવને કોટિ કોટિ વદન !
на опшники
सुहराई
Jain Education International 2010_04
"त्रिकाल वंदना
૧૦૯
For Private & Personal Use Only
सुहदेवसि નયનની
www.jainelibrary.org