________________
શ્રમણભગવતે-૨ કાર્યોમાં પૂજ્યશ્રીની દેખરેખ નીચે પાલીતાણામાં ગિરિરાજ શત્રુંજયની તળેટીમાં જૈન સંઘના ભવ્ય વારસાને દર્શાવતા અને શ્રમણુપરંપરાના ભવ્ય ઇતિહાસની ઝાંખી કરાવતા “કેસરિયા વીરપરંપરાપ્રાસાદ નામે વિશાળ ચૈત્યનું નિર્માણ એ મુખ્ય છે. સખત અને સતત પરિશ્રમને પરિણામે હોય કે ગમે તેમ, સં. ૨૦૩૦થી પૂજ્યશ્રીની તંદુરસ્તી જોખમાઈ કેન્સરનું નિદાન થયું. છતાં તેઓશ્રીની પ્રવૃત્તિઓમાં સહેજે શિથિલતા ન આવી. વ્યાધિ વધતે ચાલે. ૨૦૩૩નું ચોમાસું અમદાવાદમાં હતા. ત્યાં વ્યાધિની વેદનાએ માજા મૂકી. સં. ૨૦૩૪ના વૈશાખ માસ સુધી આ વ્યાધિની અશાતના સહન કરતા રહ્યા. વૈશાખ વદ ૧૨ને દિવસે શુક્રવારે આ તેજસ્વી તારક શાંતિ અને સમાધિપૂર્વક દિવ્યસૃષ્ટિમાં વિલીન થઈ ગયા. પરંતુ અપૂર્વ ગુણગરિમાથી એપતી તેઓશ્રીની યશકાયા તે યાવચંદ્રદિવાકરી અમર છે. ૬૦ વર્ષના અલ્પ આયુષ્યમાં ૪૭ વર્ષ સુદીર્ઘ દક્ષા પર્યાય પાળી, ૧૩ વર્ષના સૂરિપદપર્યાયમાં એક દષ્ટિમાં ન સમાય તેવાં અને તેટલાં વિવિધ અને વિશાળ કાર્યો કરી ગયા ! ઉત્તમ કેન્ટિની સમતા, સમર્થ કોટિની વિદ્વત્તા, આદર્શ કેન્ટિની સંયમ-સાધનાસ્વાધ્યાયપ્રીતિ-સર્જકતા–સત્સંગમગ્નતા આદિના અદ્ભુત ગુણોથી ઓપતી ભવ્ય જીવનયાત્રા પૂર્ણ કરી ગયા. પૂજ્યશ્રીની અંતિમ યાત્રામાં વિશાળ જનસમુદાયની ઉપસ્થિતિ, અગણિત ગુણાનુવાદસભાઓ, અસંખ્ય શોકાંજલિઓ આદિએ તેઓશ્રીની મહાનતાનાં દર્શન કરાવ્યાં. પૂ. મુનિશ્રી ધર્મવિજયજી, મુનિશ્રી મનોવિજયજી, પૂ. પં. શ્રી કુંદકુંદવિજયજી, પૂ. પં. શ્રી સિદ્ધસેનવિજ્યજી, પૂ. પં. શ્રી ધર્મધ્વજવિજ્યજી, મુનિશ્રી હરિષણવિજ્યજી, મુનિશ્રી વિદ્યાધરવિજયજી, મુનિશ્રી અમીવિજ્યજી આદિ શિષ્ય પરિવાર અને તેઓશ્રીના પ્રશિષ્ય-પરિવારને વિશાળ વાર મૂકી ગયેલા આ આચાર્યભગવંતની શાસનસેવા અજરામર બની ચૂકી છે ! કટિ કોટિ વંદન હ એ શાસનપ્રભાવક શ્રી ગુરુભગવંતને !
જૈનસાહિત્યના પ્રકાશનમાં અપૂર્વ રસ લઈ રહેલા પ્રભાવશાળી સૂરિવર
પૂ. આચાર્યશ્રી વિજયપ્રિયંકરસૂરીશ્વરજી મહારાજ
પૂજ્યશ્રીને જન્મ સં. ૧૯૭૦ના શ્રાવણ સુદ પાંચમ ને બુધવારે ગુજરાતના દહેગામ પાસે હસેલી ગામે થયે હતું. તેમનું જન્મનામ પિપટલાલ હતું. પિતા નગીનદાસ ગગલદાસ મૂળ વડેદરા પાસે ડભેડાના વતની હતા, પણ ધંધાર્થે અમદાવાદ આવીને જૂના મહાજનવાડે રહેતા હતા. પોપટલાલે ગુજરાતી સાત ધોરણ અને અંગ્રેજી ત્રણ ધારણ શેઠ મનસુખભાઈ ભગુભાઈની સ્કૂલમાં ધાર્મિક શિક્ષણ સાથે પૂરાં કર્યા ત્યાં ચરિત્ર લેવાની ભાવના દઢ થઈ ચૂકી હતી. અભ્યાસ દરમિયાન જ દંડક, અતિચાર અને સ્નાત્રપૂજને અભ્યાસ પૂર્ણ ભાવના સાથે આત્મસાત્ કર્યો હતો. તેમની આ શુભ વૃત્તિને સારો પ્રભાવ પડ્યો અને પિતાશ્રીએ તેમને રાજીખુશીથી સંયમ સ્વીકારવાની સંમતિ આપી. સં. ૧૯૮૯ના મહા સુદ ૧૧ને દિવસે મહામહોત્સવપૂર્વક શ્ર૧૩
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org