________________
શ્રમણભગવંતો-ર મહારાજ પાસે સંસ્કૃત-પ્રાકૃતના વિવિધ ગ્રંથને અભ્યાસ કર્યો. કર્મગ્રંથાદિને પણ એવો જ ગહન અભ્યાસ કર્યો અને ટૂંક સમયમાં જ દ્રવ્યાનુયાગજ્ઞ બન્યા. મહારાષ્ટ્ર, કર્ણાટક આદિ દક્ષિણ ભારતના પ્રદેશમાં ઘણે સમય વિચર્યા.
પૂજ્યશ્રીની પ્રેરણાથી ગોધરામાં શાસનદેવી પદ્માવતીજીનું ભવ્ય મંદિર, જૈન ભેજનશાળા, ધર્મશાળા, આયંબિલશાળા, શુભંકર-સૂર્યોદય જ્ઞાનમંદિર, યશભદ્ર-શુભંકર જ્ઞાનશાળા, રાયણપાદુકા તથા ગુરુમંદિર આદિ ધર્મસ્થાને-નિર્માણકાર્યો કરાવ્યાં. પૂજ્યશ્રી પદ્માવતીદેવીના મહાન ઉપાસક છે. પૂજ્યશ્રીના હસ્તે લગભગ ૨૮ ૩૦ વાર ઉપધાન તપની આરાધના થઈ છે. પૂજ્યશ્રીના પાંચ સમર્થ શિષ્ય વર્તમાનમાં ભવ્ય શાસનપ્રભાવના કરતાં વિચરી રહ્યા છે. હાલમાં નાદુરસ્ત તબિયત હોવા છતાં પૂજ્યશ્રી ચુસ્તપણે ધાર્મિક ક્રિયાઓનું પાલન કરે છે અને નિયમિત દિનચર્યામાંથી પસાર થાય છે. એવા ગુણાલંકૃત આચાર્ય દેવેશને કેટિશઃ વંદના !
સ્વાધ્યાયપ્રિય, સમભાવી સાધુવર પૂ. આચાર્યશ્રી વિજયપરમપ્રભસૂરીશ્વરજી મહારાજ
પૂજ્યપાદ શાસનસમ્રાટશ્રીના પટ્ટધર કવિરત્ન પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયઅમૃતસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર પ્રશાંતમૂતિ પૂ. આ. શ્રી વિજય પરમપ્રભસૂરીશ્વરજી મહારાજ સાહેબ. તેઓશ્રીને જન્મ સં. ૧લ્પ૭ના ચૈત્ર સુદ ૧૫ ને દિવસે રવાડ (સૌરાષ્ટ્ર )માં થયે હતો. તેમનું મૂળ વતન લીંબડી હતું. તેઓશ્રી સંસારીપણામાં હતા ત્યારે પૂ. શાસનસમ્રાટ શ્રી તથા પૂ. ગુરુદેશ્રીની અમૃતવાણીનું પાન કરતાં સંસારની અસારતા ઉભવી અને દીક્ષાની ભાવના જાગી. આ ભાવ પરિપકવ કરવા માટે સં. ૧૯૯૧-૧૯૯૨માં મહેસાણા–ચશેવિજ્યજી સંસ્કૃત પાઠશાળામાં રહ્યા. અભ્યાસમાં સંસ્કૃત વ્યાકરણ, તત્ત્વજ્ઞાન આદિ વિષયોમાં સર્વ વિદ્યાથીઓમાં આગળ રહેતા. સં. ૧૯૯૩ના મહા સુદ ૧૦ના દિવસે કપડવંજમાં ઠાઠમાઠપૂર્વક સંયમ અંગીકાર કરી મુનિશ્રી પરમપ્રભ વિજયજી બન્યા. દીક્ષા ગ્રહણ કરીને પૂ. ગુરુદેવશ્રીની છત્રછાયામાં રહીને વૈયાવચ્ચ તથા શાસ્ત્રાદિના અભ્યાસમાં તરબોળ થઈ ગયા. પૂજ્યપાદ શાસનસમ્રાટશ્રીને તેઓશ્રી વિશે કંઈ પૂછવા આવે તો પૂ. શાસનસમ્રાટથી કહેતા, “જેના હાથમાં પુસ્તક હશે તે પરમપ્રવિજય.એવી તે પૂ. શાસનસમ્રાટશ્રી પાસેથી પ્રશંસા પામ્યા હતા !
પૂજ્યશ્રીની નિશ્રામાં પ્રતિષ્ઠાઓ, સંઘો, અનુષ્ઠાને આદિ ઘણાં નાનાં-મોટાં કાર્યો થયાં. પરિણામે, સં. ૨૦૧૪માં બોટાદમાં ગણિપદથી, સં. ૨૦૨૩માં પાલીતાણામાં ઉપાધ્યાયપદથી અને સં. ૨૦૨૯માં સુરેન્દ્રનગરમાં આચાર્ય પદથી અલંકૃત કરવામાં આવ્યા. આચાર્ય પદ ગ્રહણ કરીને પણ પૂજ્યશ્રીની ધર્મપ્રવૃત્તિઓ અવિરત વિકસતી જ રહી. આનંદની વાત એ છે કે પૂજ્યશ્રીને ઘણા સમયથી પાલીતાણા–તીર્થાધિરાજ સિદ્ધગિરિની યાત્રા કરવાની ભાવના હતી. પાલીતાણા પધાર્યા અને ગિરિરાજના દર્શનથી જ હૃદયમાં આનંદ-આનંદની ઊમિઓ ઊમટી
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org