________________
૧૦૦
શાસનપ્રભાવક
આવી ! ઘણું ભાવપૂર્વક શ્રી આદીશ્વરદાદાની યાત્રાઓ કરી. ચાતુર્માસ માટે ઘણા સંઘની વિનંતીઓ હતી. તેમાં લીંબડી સંઘના પુણ્યબળે, સં. ૨૦૩૮માં છેલ્લે જેઠ સુદ પાંચમને દિવસે ગિરિરાજ પર યાત્રા કરી પ્રયાણ કર્યું. પાલીતાણાથી વિહાર કરી કદંબગિરિ આદિ ગામે થઈ તળાજા પધાર્યા. તે જ દિવસે સાચાદેવ સુમતિનાથ ભગવાનની યાત્રા કરી. ત્યાર બાદ સં. ૨૦૩૮ના જેઠ સુદ ૧૪, તા. પ-૬-૮૨ને શનિવારે સાંજે પ-૧૧ વાગ્યે શ્રી પંચપરમેષ્ઠિનું ધ્યાન ધરતાં, શ્રી અજિતશાંતિ સ્તવન સાંભળતાં સાંભળતાં ૮૨ વર્ષની વયે ૪૬ વર્ષને સંયમપર્યાય પાળી કાળધર્મ પામ્યા. પૂજ્યશ્રી સમભાવ-સહનશીલતાની મૂતિ હતા. મુનિવર્ય શ્રી મહાયશવિજયજી તેઓશ્રીની અખંડ સેવાભક્તિ કરતા હતા. એવા પૂજ્યવરને કેટિશઃ વંદના !
શાન-સાધનાના શણગાર રૂપ પૂ. આચાર્ય શ્રી વિજયમહિમાપ્રભસૂરીશ્વરજી મહારાજ
પ. પૂ. આચાર્ય શ્રી વિજયમહિમાપ્રભસૂરીશ્વરજી મહારાજને જન્મ સં. ૧૯૭૬ની અક્ષયતૃતીયાને દિવસે થયે. પિતા નાગરદાસ અને માતા પાર્વતીબહેનનું એ લાડકું સંતાન હતું. ફેઈ એ યથાનામગુણ “મનસુખ’ નામ પાડ્યું હતું. ધનાઢય કુટુંબ વચ્ચે સુખથી જીવન વિતાવવા છતાં મનસુખલાલનું મન ઉત્તરોત્તર અધ્યાત્મમાં વધુ ને વધુ રંગાતું હતું. બાલ્યાવસ્થા વટાવીને યુવાનીને આંગણે પગ મૂક્યો ત્યાં જીવનને ઉજજવળ બનાવનાર સત્સંગ પ્રાપ્ત થયે. પૂ. શાસનસમ્રાટશ્રીની હિતકર વાણીથી જ્ઞાનગર્ભિત વૈરાગ્ય જાગૃત થયો. સં. ૧૯૯૬ના પિષ વદ ૮ને દિવસે પૂજ્યપાદ શાસનસમ્રાટશ્રીની પાવનકારી નિશ્રામાં પ્રવ્રજ્યા અંગીકાર કરીને મુનિશ્રી મહિમાવિજયજી બન્યા. દીક્ષા ગ્રહણ કરીને પૂજ્યશ્રીએ મુનિજીવનની ચર્યામાં ઠસોઠસ ભરેલી જ્ઞાનપ્રાપ્તિની તમન્ના, સ્વ–પર કલ્યાણની ભાવના અને વૈયાવચ્ચાદિમાં અપ્રમત્ત દશા-આ ત્રણ ગુણની ત્રિવેણીમાં સ્નાન કરતાં કરતાં આત્માને નિર્મલ બનાવી દીધું. “જે સાર્કખાયા તે તકખાયા, જે તકખાયા તે સાકખાયા”એ આગમસૂત્રને યાદ કરીને સંયમસાધના સાધી, સાધકજીવનને ગરૂપ જે જે ક્રિયાઓ વર્ણવેલી છે તે સર્વ ત્રિવિધ વેગ વડે સાધ્ય કરીને, નમસ્કાર મહામંત્રના ત્રીજા સ્થાને બિરાજવાની યોગ્યતા પ્રાપ્ત કરી લીધી. અને સં. ૨૦૨ના માગશર સુદ બીજને મંગલ દિને પૂ. આ. શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજની આશીર્વાદ સમી આજ્ઞાથી પૂ. આ. શ્રી વિજયદેવસૂરીશ્વરજી મહારાજના શુભ હસ્તે આચાર્યપદથી અલંકૃત થયા. અને શાસનની જવાબદારી શિર પર ધારણ કરીને પક્ષમ સામર્થ્ય પૂર્વક શાસનપ્રભાવનાનાં કાર્યો અપ્રમત્તભાવે બજાવ્યાં.
જ્ઞાનદાતા પૂ. લાવણ્યસૂરિજી મહારાજની નિશ્રામાં સતત અધ્યયનમગ્ન રહીને, જ્ઞાને પાસના દ્વારા જે તો આત્મસાત્ કર્યા હતાં તેનું મંથન કરી, ભવ્ય જીના હિતને લક્ષી, દેશના આપી સ્વ–પર કલ્યાણ સાધ્યું. અંધની લાકડી સમાન પિતાના અંતેવાસી, જાણે વિનયવિવેકની પ્રતિમા ન હોય એવા મુનિશ્રી વિવેકવિયજી મહારાજ તથા સરલવભાવી મુનિશ્રી સુરેન્દ્રવિજયજી
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org