________________
શ્રમણભગવ તા-૨
૫
વદ પાંચમને દિવસે સાંકળીબેનની કુક્ષીએ એક પુત્રરત્નનો જન્મ થયેા. થાનામગુણ બાળકનુ નામ ધીરજલાલ રાખવામાં આવ્યું. માતા સાંકળીબેન બાળકના જીવનઘડતરમાં ખૂબ જ રસ લેતાં હતાં. પરંતુ દૈવયેાગે એમનું દુઃખદ અવસાન થયું. ધીરજની વય ત્યારે માત્ર આઠ વર્ષની હતી. માતાવિહોણા બાળક પર પિતાની અપાર પ્રીતિ હતી, પરંતુ તેઓ તેમના પર પૂરતું ધ્યાન આપી શકતા નહીં. પરિણામે ધીરજને તેમના મામા એગલેર લઈ ગયા. ત્રણેક વર્ષ એંગલેારમાં રહીને ધીરજલાલ વતન પાછા આવ્યા ત્યારે પિતા પાલીતાણામાં રહેતા હતા. તેથી ધીરજને શ્રી ચશેોવિજયજી જૈન ગુરુકુળમાં ભણવા મૂકવા. અને ત્યારથી ખળકની મનોવૃત્તિમાં વૈરાગ્યનાં અંકુરો ફૂટવા માંડયા. સ. ૧૯૮૫માં પૂ. પં. શ્રી અમૃતવિજયજી ગણુિને સમાગમ થતાં પિતા–પુત્રની વૈરાગ્યભાવના વધુ બલવત્તર બની. અને સ. ૧૯૮૮ના મહા સુદ ૧૦ને શુભ દિને જાવાલ ક્ષેત્રના ઉત્સાહી શ્રીસંઘના મહોત્સવ વચ્ચે પૂ. શાસનસમ્રાટશ્રીના આશીર્વાદ સાથે પિતાપુત્ર દીક્ષા ગ્રહણ કરી. પીતાંબરદાસ મુનિશ્રી પુણ્યવિજયજી નામે પૂ. ૫. શ્રી અમૃતવિજયજીના શિષ્ય બન્યા અને ધીરજલાલ મુનિશ્રી ધુર ંધરવિજયજી નામે મુનિશ્રી પુણ્યવિજયજીના શિષ્ય જાહેર થયા. અને સાચે જ આગલાં વર્ષોમાં પૂ. મુનિવર ધર ધર તરીકે સંત્ર પકાઇ ગયા !
દીક્ષા પછી પૂજ્યશ્રીના મામાએ પેાલીસ કેસ કરીને મેટું વિઘ્ન ઊભું કર્યું હતું. એવા વાતાવરણમાં યે તેઓશ્રી અડીખમ રહ્યા. ઊલટુ', સંયમસાધના વધુ તીવ્ર બનતી ચાલી. એ સમય દરમિયાન અમદાવાદમાં ૩૪ દિવસનુ ઐતિહાસિક મુનિસ`મેલન યોજાયુ.. એમાં પૂજ્યશ્રીને અસંખ્ય ધુરંધર આચાર્યાંના સહવાસમાં રહેવાનો અમૂલ્ય અવસર પ્રાપ્ત થયે.. એમાંયે પૂ. શાસનસમ્રાટશ્રીની સેવામાં રહેવાના મુઅવસર પ્રાપ્ત થતાં તે તેઓશ્રી ધન્ય બની ગયા. પૂ. શાસનસમ્રાટશ્રી રત્નપારખુ હતા. તેઓશ્રીએ આ પ્રતિભાને પિછાણી અને એના ચાગ્ય વિકાસ થાય એવું આયેાજન કર્યુ. આચાર્ય ભગવંતા સાથે ચાતુર્માસ અને સઘનાં આયેાજને થતાં રહ્યાં અને બીજી બાજુ આ મુનિવરને અભ્યાસ પણ વિકસતો રહ્યો. બહુ એછા સમયમાં તેઓશ્રીએ પડિત શશીનાથ ઞ પાસેથી નવ્ય ન્યાયના મુક્તાવલી પછીના માથુરી, પ’ચલક્ષણી, સિંહવ્યાઘ્ર, જાગદીશી, સિદ્ધાંતલક્ષણ આદિ ગ્રા, સાહિત્યમીમાંસાના ગ્રંથો, સંસ્કૃત મહાકાવ્યે આદિનું ઊંડું જ્ઞાન પ્રાપ્ત કર્યું. સંસ્કૃત ભાષા પર અનન્ય કાબૂ જમાવ્યેા. સસ્કૃતમાં પત્રલેખન અને કાવ્યરચના સહજ બની રહ્યા. પૂજ્યશ્રી સસંસ્કૃતમાં સરળતાથી બેલી પણ શકતા હતા ! પરિણામે, પૂજ્યપાદ શાસનસમ્રાટશ્રીને ૧૭૫ ક્ષેાકેાનુ શિખરિણી છંદમાં રચેલ', અન્ય દૂતકાવ્યા સમુ' · મત ' ખંડકાવ્ય રચી મેાકલ્યું. આ સમયમાં જ તેઓશ્રીએ હેમચંદ્રાચાય વિરચિત કાવ્યાનુશાસન અને શબ્દાનુશાસનના ઊંડા અભ્યાસ કર્યા હતા, એટલે આ કૃતકાવ્યમાં તેઓશ્રીની કાવ્યકુશળતા ઉત્તમ રીતે નીખરી આવી. અધ્યયનપ્રીતિ તીવ્રતર હોવાથી સ. ૧૯૯૪ના ખંભાતના ચાતુર્માસ દરમિયાન પૂજ્યશ્રી અગ્રેજી પણ શીખ્યા અને તેહ્તાયની વાર્તાએ અને શેકસપિયરનાં નાટકોને અભ્યાસ કર્યાં. આમ, ગુજરાતી, હિન્દી, પ્રાકૃત, સંસ્કૃત, મરાઠી, અંગ્રેજી આદિ અનેક ભાષાએ પૂજ્યશ્રીને સહજસાધ્ય બની. અનેકાનેક મહાગ્રંથાના અધ્યયનથી તેઓશ્રીની પ્રતિભા પણ ફેલવતી બની. પરિણામ સ્વરૂપ, પૂજ્યશ્રીએ શતાધિક
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org