________________
20
નીડર અને પ્રભાવક વ્યાખ્યાનકાર, ધર્મદ્યોતમાં સદા તદાકાર; ઋષિવર અને સૂરિવરના બાહ્ય–આંતર્ દર્શનથી પ્રજ્વલિત
આચાય પ્રવરશ્રી વિજયમેરુપ્રભસૂરીશ્વરજી મહારાજ
શાસનપ્રભાવક
પૂ.
साधूनां दर्शनं पुण्यं तीर्थभूता हि साधवः । तीर्थः फलति कालेन, सद्यः साधुसमागमः ॥ સાધુ ભગવંતાનું દર્શન પુણ્યથી થાય છે. તેઓ જગમ તી સમાન છે. સ્થાવર તીથ ( શત્રુ જયાદિ ) કાળે ફળે છે, જ્યારે સાધુભગવંતેાના સમાગમ તુરત જ ફળ આપે છે.
શ્રી વીતરાગ પરમાત્માના એકાન્ત હિતકર મેક્ષમાની મન-વચન-કાયાના સુવિશુદ્ધ ચેાગે આરાધના-સાધના સ્વયં કરતાં કરતાં અને અન્ય અથી આત્માને પણ એ જ મહામ ગલકારી માગની દેશના ઉપદેશ આપી સ્વ-પર ઉભયનું કલ્યાણ કરી રહેલા ગચ્છાધિપતિ શાસનપ્રભાવક પૂજ્યપાદ આચાર્ય ભગવત શ્રીમદ્ વિજયમેરુપ્રભસૂરીશ્વરજી મહારાજ એક દનદુર્લભ શ્રમણભગવંત છે. તેજસ્વી અને ઊંચી કાયા, ઊજળા ગૌર વાન, ચમકતું રેખાંકિત વિશાળ લલાટ, કરુણા અને વેધક આંખા, સુડાળ ગરવી નાસિકા, પ્રભાવશાળી ચહેરાને વધુ પ્રભાવશાળી બનાવતી ધવલ દાઢી અને યમનિયમથી સંયમિત બનેલ દેહ પર શેાભતાં ધવલ વસ્ત્રો, જાણે પુરાણકાળના કોઈ ઋષિવરનું સ્મરણ કરાવે એવુ' ભવ્ય અને દિવ્ય બાહ્ય વ્યક્તિત્વ પ્રથમ દર્શને જ પ્રભાવ પાથરે છે. પૂજ્યશ્રીનું બાહ્ય વ્યક્તિત્વ ઋષિવરનું છે, તેમ આંતર્ વ્યક્તિત્વ સૂરિવરનુ છે. આ વ્યક્તિત્વના સુયોગ આજન્મ છે. જન્મે વિપ્ર, પણ કર્મે જૈન એવા આ મહાત્મા અનેાખા શ્રમણભગવંત છે.
તેએશ્રીના જન્મ ગુજરાતમાં ઇડર પાસેના નાનકડા દેશેાત્તર ગામમાં સ. ૧૯૬૨ના આસો વદ ૧૩ ( ધનતેરસ )ને શુભ દિવસે થયા. પિતાનું નામ મેાતીરામ ઉપાધ્યાય, માતાનું નામ સૂરજબહેન, નાનાભાઈ સુખદેવ અને નાની બહેન જડીબહેનના પિરવારમાં પેાતાનુ' સ’સારી નામમાહનભાઈ ધારણ કરીને વત્સલતાથી પાષાતા હતા. ભારતીય વર્ણવ્યવસ્થામાં માખરે ગણાય એવા બ્રાહ્મણુકુળમાં જન્મ્યા હાવાથી હંમેશાં વેદ-ઉપનિષદ અને ગીતાના શ્લેાકેાના ગુજારવ વચ્ચે દિવસે પસાર થતા હતા. આવા ઘરમાં જન્મ લેનાર મેાહનભાઈનુ ભાવિ કંઇક અલગ જ નિર્માણ થયુ હોય તેમ, વ્યાવહારિક શિક્ષણ ખપ પૂરતું લઈને ધસાધનાની ળા ઊછળતી હોય એવી ધપરાયણ નગરી ખંભાતમાં આવ્યા. ત્યાં એક જૈનેતર વૈદ્ય દ્વારા એક ધનિષ્ઠ, દેવ-ગુરુ-ધર્મ-ઉપાસક શ્રેષ્ઠિવ શ્રી કસ્તૂરચંદ અમરચંદને ત્યાં આવ્યા. જૈનકુળને છાજે અને શેાભાવે તેવા ધર્મના સુસ`સ્કારોથી દિન-પ્રતિદિન મેહનભાઈમાં પરિવર્તન થવા લાગ્યું. નિરંતર પૂજ્ય સાધુ-સાધ્વી ભગવંતના ગમન-આગમનથી અને તેઓની ભાવભરી ભક્તિથી હૈયું. આન ́તિ અને વિકસ્વર થવા લાગ્યું. તેમની પ્રામાણિકતાથી શેઠ પણ ખુશ હતા, તેથી પગાર પણ વધારી આપ્યો. શેઠને ત્યાં અચૂક પ્રભુના દર્શન કરતા, અને સૂર્યાસ્ત બાદ વાપરતા નહીં. જ્યારે દેશાંતર જાય ત્યારે ફોટાના દર્શન કરતા. પૂર્વના દિવસે પૌષધ કરતા. ખંભાતમાં શાસનસમ્રાટ પૂજ્યપાદ આચાર્ય મહારાજાધિરાજ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org