________________
શ્રમણભગવંતો-૨ કરાવી. ચારસો ભાવિકોએ એની કરી માટુંગાના ચાતુર્માસમાં મુનિશ્રી પુંડરીકવિજ્યજી મહારાજને શ્રી ભગવતીસૂત્રના ગોદ્વહન કરાવ્યા તથા ગણિપદ પ્રદાનને ભવ્ય ઉત્સવ ઊજવા. મુંબઈમાં ચાર ચમાસાં કર્યા પછી પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજ્યદેવસૂરીશ્વરજી સપરિવાર ઉગ્ર વિહાર કરી માલવાડા (જિ. જાલેર : મારવાડ) પધાર્યા. ત્યાંથી મહા સુદ ૧૧ના શુભ મુહૂર્ત તીર્થાધિરાજ શ્રી શત્રુજ્ય મહાતીર્થને ૩૫૦ માણસને છરી પાલિત સંઘ ૩૬ દિવસને ખૂબ જ વ્યવસ્થાપૂર્વક નીકળે. ગામોગામ ભવ્ય સામૈયાં, વ્યાખ્યાન, સંઘપૂજને, સુપાત્રદાન, સાધર્મિક ભક્તિ, અનુકંપાદાન, જીવદયા આદિની સરવાણી જેદાર રીતે વહી. શ્રી પાલીતાણા શહેરમાં ફાગણ વદ ૧ને દિવસે થયેલ ભવ્ય પ્રવેશ ચિરસ્મરણીય બની રહે તેવો હતો. ત્યારે બાદ, સાવરકુંડલા જૈન વિદ્યાથીગૃહના નૂતન જિનમંદિરમાં પ્રભુજીને પ્રતિષ્ઠા–મહોત્સવ ભવ્ય રીતે ઊજવાય. ફાગણ વદ ૩ના સંઘપતિઓને તીર્થમાળ પહેરાવવામાં આવી. સં. ૨૦૪૬નું ચાતુર્માસ ભાવનગરમાં થયું. શ્રી ધર્મચક્રતપની ૭૦૦ની સંખ્યામાં સામુદાયિક આરાધના, આંતરે આંતરે બિયાસણાની અપૂર્વ ભક્તિ, ટાઉન હેલમાં પૂ. પં. શ્રી પ્રદ્યુમ્નવિજયજી ગણિવર્ય તથા મુનિરાજશ્રી રત્નસુંદરવિજયજી મહારાજના પાંચ | છ હજારની માનવમેદની વચ્ચેનાં જાહેર પ્રવચને, શ્રી ધર્મચક્રતની પૂર્ણાહુતિનો ભવ્ય વરઘેડા, સર્વસાધારણનું રૂ. દસ લાખનું કાયમી ભંડળ, મોટા દેરાસરે શ્રી આદિનાથ પ્રભુજીની ભવ્યાતિભવ્ય અંગરચનાઓ વગેરે અવિસ્મરણીય કાર્યો થયાં. શા. રતિલાલ ગિરધરલાલ (ચાવાળા) પરિવારે ચાતુર્માસ પરિવર્તનને ઊજવેલો ભવ્ય પ્રસંગ પણ યાદગાર બની રહ્યો ! સં. ૨૦૪૭માં પિષ સુદ ૬ના શત્રુંજય ગિરિરાજના ઐતિહાસિક અભિષેક પ્રસંગમાં હાજર રહી ત્યાંથી રાજકોટ–પ્રલાદ પ્લેટ પધાર્યા. ત્યાં ફાગણ સુદ ત્રીજના શુભ દિવસે શ્રી ગૌતમસ્વામી ભગવાન, શ્રી મણિભદ્રજી, શ્રી પદ્માવતીજીની પ્રતિષ્ઠા તથા બેન ચાંદની અને બેન સંગીતાની દીક્ષાના પ્રસંગે ભવ્ય રીતે ઉજવાયા. ત્યાંથી વિહાર કરી, વાંકાનેર–મોરબી થઈ કચ્છ-ભદ્રેશ્વરની નાની મોટી પંચતીથી તથા બીજી અનેક ગામની યાત્રા-સ્પર્શના ત્રણ મહિના સુધી કરીને પ્રહૂલાદ પ્લોટ જૈન સંઘની વિનંતીથી રાજેકેટ ચાતુર્માસ માટે પધાર્યા. ત્યાં મોક્ષદંડની ૧૬૦ની સંખ્યામાં સામુદાયિક આરાધના તથા અઠ્ઠમ તપની ૩૬૦ની વિશાળ સંખ્યામાં અખંડ જાપ સાથે આરાધના થઈ. લાખ નવકારને જાપ અનેક આરાધકોએ શરૂ કર્યો. ૪૫ આગમની પૂજા ભવ્ય વરઘોડા સમેત, ભવ્ય રીતે યાદ રહી જાય તેમ ભણાવવામાં આવી. શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈની સાહિત્યસેવાને અનુમોદવાને સમારંભ સુંદર રીતે ઊજવાયે. તે પ્રસંગે પૂજ્યશ્રીની પ્રેરણાથી શ્રી મેહનલાલ દેસાઈના “જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ” એ અપ્રાપ્ય પુસ્તકને પુનઃ પ્રકાશિત કરવા માટે પ્લેટ જેન સંઘ તરફથી એક લાખ રૂપિયાની સખાવતની જાહેરાત કરવામાં આવી. આમ, આ ચાતુર્માસ પણ અનેકવિધ શાસનપ્રભાવનાથી શોભી રહ્યું.
- પૂ. આ. શ્રી વિજય હેમચંદ્રસૂરિજી મહારાજ, પૂ. પંન્યાસ શ્રી પદ્યુમ્નવિજયજી મહારાજ, પૂ. મુનિશ્રી દર્શનવિજયજી, પૂ. મુનિશ્રી પુંડરીકવિજ્યજી, પૂ. મુનિશ્રી ચંદ્રકાતિવિજયજી, મુનિશ્રી ગુણશીલવિજયજી, પૂ. મુનિશ્રી રાજહંસવિયજી, પૂ. મુનિશ્રી ધર્મઘેષવિજયજી,
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org