________________
કર
શાસનપ્રભાવક
પૂ. મુનિશ્રી લલિતાંગવિજયજી, પૂ. મુનિશ્રી સુખાધવિજયજી, પૂ. બાલમુનિશ્રી રત્નકીતિવિજયજી, પૂ. બાલમુનિશ્રી પુણ્યકીતિવિજયજી આદિ શિષ્ય-પ્રશિષ્ય સમુદાયથી શેાભતા પૂજ્યવર ધર્મ ધજા લહેરાવી રહ્યા છે !
મરુધરદેશાદ્વારક, રાજસ્થાનદીપક, જૈનધમ દિવાકર, તીથ પ્રભાવક, શાસ્ત્રવિશારદ, સાહિત્યરત્ન, કવિકુલભૂષણ
પૂ. આચાર્યશ્રી વિજયસુશીલસૂરીશ્વરજી મહારાજ ( આર્યાવત" અધ્યાત્મપ્રધાન દેશ છે, એમાં ગુજરાત અને સૌરાષ્ટ્રની ભૂમિ સભૂમિ તરીકે સુખ્યાત છે. જેટલાં સતરત્ના આ ભૂમિએ અણુ કર્યાં છે તેટલાં કાઈ પ્રાંતે નહિ કર્યાં હોય ! આ ગુજરાતના મહેસાણા જિલ્લામાં દાદા ભટેવાજીની ઘેઘૂર છાયામાં વસેલા ચાણસ્મા ગામમાં સ ૧૯૭૩ના ભાદ્રપદ શુક્લદ્વાદશીના સુવર્ણ પ્રભાતે એક તેજ પુજતું અવતરણ થયું. પિતા ચતુરભાઈ અને માતા ચંચળબેનના આ લાડલા પુત્રરત્નનુ ધાર્મિક સંસ્કારેાથી લાલનપાલન થતુ રહ્યું. પુત્રનાં લક્ષણ પારણામાંથી—એ ન્યાયે બાળપણથી જ તેજસ્વિતા—સૌમ્યતા લલાટે ચમકતાં હતાં. એમાં માતાપિતાના સુસ’સ્કારોના ફળસ્વરૂપ માત્ર ૧૦ વર્ષની કુમળી વયે જ ચારિત્રના પાવન પંથે પ્રયાણ કરવાની ભાવના જાગી. અંતરની આ ભાવનાને યેાગાનુયેાગ વેગ મળતા ગયેા. સ. ૧૯૮૮માં ૧૫ વર્ષની કુમળી વયમાં આગારના ત્યાગ કરી, મેવાડની રાજધાની ઉયપુરની પાવન ધરતી પર અણુગાર જીવનને સ્વીકાયું. પૂ. શાસનસમ્રાટશ્રીના પાવનતમ નામથી કાણુ અજાણ્યુ હોય ! તેઓશ્રીના સાહિત્યસમ્રાટ શિષ્ય પૂ. પ્રવર્તક શ્રી લાવણ્યવિજયજી મહારાજના ચરણે જીવન સમર્પિત કર્યું. સંસારી ગાદભાઇ શ્રી સુશીલવિજયજી અન્યા, પૂજ્ય શાસનસમ્રાટશ્રીના વરદ હસ્તે વડી દીક્ષા અપાઈ. સમય જતાં જ્ઞાન અને અનુભવમાં વૃદ્ધિ થઈ, ક્રિયાની શ્રેષ્ઠતા વધી. યાગાદ્વહન બાદ સ. ૨૦૦૭માં વેરાવળમાં પૂજ્યશ્રીને ગણિપદથી વિભૂષિત કરવામાં આવ્યા. એ જ વર્ષે વૈશાખ સુદ ત્રીજ–અક્ષયતૃતીયાને દિવસે અમદાવાદ-રાજનગરમાં પંન્યાસ પદવીથી વિભૂષિત કરવામાં આવ્યા.)
પૂજ્યશ્રી પ્રખર વિદ્વાન, સુંદર વક્તા, સમર્થ કવિ અને શાંતમૂર્તિ તરીકે પ્રસિદ્ધિ પામ્યા છે. વ્યાકરણ, ન્યાય, સાહિત્ય તેમ જ આગમાદિના તત્ત્વવેત્તા છે. સંયમનું સુંદર આરાધન, સમુદાયનું સંચાલન તેમ જ ગ્રંથરચના અને ગ્રંથસ'પાદનનાં કાર્યમાં તેએશ્રીની પ્રતિભા ઝળકી રહી છે. ૪૫ આગમાના યોગેન્દ્વહન વિધિ-સાવધાનીપૂર્વક અને ક્રિયારક્તતાએ કર્યા. જ્ઞાન અને સાધનાના યશ સાથે પૂ. ગુરુવની ૩૩ વર્ષ સુધી અખંડ અપ્રમત્તભાવે સેવા કરી. રાજસ્થાનની ધરતી પર વિચરી રહેલ આ વિરલ વિભૂતિને કવિદિવાકર પૂ. આ. શ્રી વિજયદક્ષસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં સ. ૨૦૨૧ના મહા સુદ ત્રીજના દિવસે મુંડારા ગામે ઉપાધ્યાયપદ્મથી અલંકૃત કરવામાં આવ્યા અને સ. ૨૦૨૧ના મહા સુદ પાંચમને દિવસે તે જ પાવન ધરતી પર શાસનધુરાને વહન કરનાર તૃતીય પ–આચાય પદ પર આરૂઢ કરવામાં આવ્યા.
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org