________________
શ્રમણભગવંતો-૨
૮૭ કર્યું હતું. સં. ૨૦૧૯ના ચૈત્ર માસમાં કદમ્બગિરિ તીર્થની છત્રછાયામાં, પૂ. આચાર્યશ્રી વિજયદયસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં, પૂ. પંન્યાસ શ્રી ચંદ્રોદયવિજયજી ગણિવર્ય (હાલ આચાર્યશ્રી) શાશ્વતી ઓળીની આરાધના કરાવી રહ્યા હતા તે વખતે, અનેક શ્રીસંઘે અને આગેવાનોની વિનંતીઓને ધ્યાનમાં લઈને પૂજ્યશ્રીને આચાર્યપદ પ્રદાન કરવાનો અને પૂ. આચાર્ય શ્રી વિજય અમૃતસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન પૂ. પંન્યાસ શ્રી દેવવિજયજી ગણિવર્યને પણ આચાર્યપદ પ્રદાન કરવાને નિર્ણય લેવાતાં સં. ૨૦૨૦ના વૈશાખ વદ ૧૧ને દિવસે આ ઉત્સવ ઊજવવાની જાહેરાત થઈ. તે સાથે જ અનેક સંઘનાં નિમંત્રણ આવ્યાં. ભાવનગરના શ્રીસંઘની આગ્રહભરી વિનંતીને સ્વીકાર થયે. ભાવનગર શ્રીસંઘને આ ધન્ય અવસર પ્રાપ્ત થતાં એમણે ભારતભરના શ્રીસંઘને નિમંત્રણ મોકલ્યાં. કર્ણાટક, તામિલનાડુ, આંધ્ર, મુંબઈ, મહારાષ્ટ્ર, ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાંથી ઘણું મેટી સંખ્યામાં ભાવિક ભાવનગર પધાર્યા. ઠેર ઠેરથી શુભકામનાના સંદેશાઓ આવ્યા. તે દિવસે દાદાસાહેબના વિશાળ પ્રાંગણમાં ભવ્ય મંડપ વચ્ચે અનેક પૂજ્ય આચાર્યભગવંતની શુભ નિશ્રામાં તથા ૭૫ મુનિમહારાજ અને શતાધિક સાધ્વીમહારાજની ઉપસ્થિતિમાં હર્ષોલ્લાસપૂર્વક બંને પૂજ્યશ્રીઓને આચાર્યપદથી અલંકૃત કરવામાં આવ્યા. પૂજ્ય શ્રી યશોભદ્રવિજયજી આચાર્ય શ્રી વિજયભદ્રસૂરિજી નામથી ઘોષિત થયા.
શાસનપ્રભાવના : સંયમજીવનને સ્વીકાર અને આચાર્ય પદની પ્રાપ્તિ–એ સર્વ અત્યંત જવાબદારીભરી અવસ્થા છે. સ્વ-પરના ધર્મોદ્યોત સાથે શાસનપ્રભાવનાનાં સતત, સચિન્ત, સન્નિષ્ઠ કાર્યો દ્વારા એ સાર્થક બને છે અને શોભી ઊઠે છે. એ દષ્ટિએ પૂજ્યશ્રી સફળ શાસનપ્રભાવક સાધુપુરુષ હતા. દક્ષિણ ભારતમાં અવિરત વિહાર કરતાં કરતાં પણ એમને હાથે અનેક ધર્મગ્રંથની રચના થઈ–જેમાં શ્રી પાર્શ્વનાથ ચરિત્ર, જિનગુણ સ્તવનમાલા, જિન સ્તવનાવલિ, આદર્શ સઝાયમાલા, શ્રી મહાવીર પંચકલ્યાણક પૂજ, સંસ્કારત ૧-૨, સિરિ આરામહા કહા, ધમાલ કહા, શ્રી માનુચંદ્રમણિચરિત્ર, સૂર્ય સહસ્ત્રનામ સ્તોત્ર આદિ મુખ્ય છે. તેઓશ્રી અર્ધશતક કરતાં પણ અધિક સમયના દીક્ષાપર્યાયમાં જે જે સ્થળેએ વિચર્યા, જ્યાં જ્યાં ચાતુર્માસ કર્યા, ત્યાં ત્યાં પૂજ્યશ્રીએ પ્રગટાવેલી શાસનતથી સૌ ઉજમાળ બન્યા–જેમાં સં. ૨૦૧૩થી ૨૦૩૫ સુધીમાં બેંગારપેંઠ, મદ્રાસ, બેંગલેર, શિમોગા, પાલી, ગદગ, મુંબઈ, સુરત, જેતપુર, અમદાવાદ–નવરંગપુરા, રાજકોટ, પેટલાદ, ખંભાત, બોરસદ, અમદાવાદ, મોડાસા આદિ સત્તર સ્થળોએ અંજનશલાકા અને પ્રતિષ્ઠા મહોત્સવ ઊજવાયા. પૂના, બેંગલોર-ચિકપેટ, મદ્રાસ,
બેલી, મુંબઈ, અમદાવાદ, જામનગર આદિ સ્થળેએ ઉપધાન તપ થયાં. પૂજ્યશ્રીના ઉપદેશથી મદ્રાસ, નાલાસોપારા, મોડાસા, ખેરાળુ, દેવા, વિજયનગર, કૃષ્ણનગર, મરેલી બજાર, સાઠંબા આદિ સ્થળોએ ઉપાશ્રયેનું નિર્માણ થયું. તેઓશ્રી મહામંત્રના ત્રીજા પદમાં બિરાજમાન થયા ત્યાં સુધીમાં તે જીવનની ક્ષણે ક્ષણ શાસનપ્રભાવનામાં વાપરી હોય તેમ પુરવાર થતું હતું. અને જેમ સૂર્યોદયથી પુષ્પપાંખડીઓ પ્રકુલિત થાય તેમ, પૂજ્યશ્રીના દર્શનથી ભાવિકે પ્રભાવિત અને ધન્ય ધન્ય બની ગયાના પ્રસંગે બન્યા. પરિણામ સ્વરૂપે, તેઓશ્રીના વરદ હસ્તે દીક્ષા ગ્રહણ કરીને જીવનને કૃતાર્થ કરનારા મહાત્માઓની સંખ્યા પણ નાનીસૂની ન હતી. તેઓશ્રીને શિષ્ય
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org