________________
શ્રમણભગવંતા-ર
Se
નવ્ય ગ્રંથેાની વિવિધ રચના : તેએશ્રીએ અનેક પ્રથાની મૌલિક તેમ જ ભાષાન્તર તથા અર્થા કરવારૂપ રચના કરી. તત્ત્વાર્થાંની ટીકા તથા પૂજાના અર્થ તેમના વિષય હતા. ભગવાન ચંદ્રપ્રભુની નૂતન પુજા તેઓશ્રીએ મુ`બઈ–પ્રા'ના સમાજમાં રચી હતી. તે પૂજા જ્યારે ભણાવવામાં આવી ત્યારે તેમને થયેલા આનંદ અવ`નીય હતા. પુજામાં પણ તેઓશ્રી અર્થ સમજાવતા. અષ્ટાપદની પૂજાના અર્થાની સકલના વિશિષ્ટ કેટિની હતી. એ ઉપરાંત, પ્રકરણ ગ્રંથે। અને આગમ ગ્રંથો પણ સરળ રીતે સમજાવેલા આજે સુલભ છે, જે અનેક બાળજીવાને બહુ ઉપયોગી થાય છે.
યોગાદ્વહન અને પદપ્રદાન : પૂજ્યપાદ ગુરુદેવનું પરમ અને પાવન સાન્નિધ્ય; રાતદિવસ એમની છત્રછાયામાં જ સ્થિરતા; સેવા, સ્વાધ્યાયમાં નિમગ્ન રહેવાની વૃત્તિ તથા સરળ, શાંત પ્રકૃતિને લીધે સૌમાં પ્રિય બની રહેતા. સમુદાયમાં સૌનુ કાર્ય કરી આપવાની ભાવના રાખતા. તેઓશ્રીની આ ગુણસ પદાથી પ્રભાવિત થઈ ને પૂ. ગુરુદેવશ્રીએ અમદાવાદમાં જે નૂતન પન્યાસપદવી થઈ તેમાં, તેમની અનિચ્છા છતાં, પૂ. આ. શ્રી ધર્માંર ધરસૂરિજીના ખાસ આગ્રહથી તેએશ્રી સાથે પૂ. રામવિજયજીનાં પણ યેાગેાદ્દહન કરાવી, પંન્યાસપદ-પ્રદાન સં. ૨૦૦૭માં ભવ્ય સમારોહપૂર્ણાંક થયાં. ત્યારબાદ સ. ૨૦૧૫માં મુંબઈ-ધા કાપરમાં ઉપાધ્યાયપદથી અને સં. ૨૦૧૯માં ભાયંદરમાં આચાર્ય પદ્મથી વિભૂષિત કરવામાં આવ્યા હતા.
યોગના સહાયક : તેઓશ્રી પદસ્થ થયા બાદ, સમુદાયમાં અનેક સાધુએની વૃદ્ધિ થતી ગઈ. તે વખતે દરેકના માંડલિયા જોગની વિધિમાં પૂજયશ્રી ખાસ ધ્યાન આપતા હતા. સ્વ-પરનો ભેદ રાખતા નહીં. કોઈ પણ સાધુને જ્યારે પણ ગોચરી-પાણી અપાવવા જવું પડે ત્યારે સદાતપર રહેતા. સૌનું નિઃસ્પૃહભાવે કાર્ય કરી આપતા. એવી હતી તેઓશ્રીની અપ્રમત્તતા અને ઉદારતા !
અનેકવિધ સંસ્મરણા : તેઓશ્રી વડીલ ગુરુદેવની છત્રછાયામાં જ રહેતા હૈાવાથી ઉપધાના, મહોત્સવે, પૂજા-પૂજન, અધ્યાપન વગેરે કાર્યો ગુરુદેવ તેએશ્રી હસ્તક જ કરાવતા. અને તેએશ્રી પણ આ કાર્યોમાં નિજ વ્યક્તિત્વને ગૌણ કરી ગુરુદેવમાં જ સમર્પિત થઈ જતા. તેમના આ મહાન ગુણાને આજે પણ યાદ કરતાં તેઓશ્રીની પુણ્યવૃદ્ધિનું કારણ સમજાય છે. પરસમુદાયના આચાર્યે પણ તેઓશ્રીને માન-સન્માનથી જોતા. સ્વસમુદાયમાં અને પરસમુદાચમાં તેઓશ્રી અજાતશત્રુ ગણાતા. ઘણીવાર અન્ય મુનિઓને સરળ ભાવે શાતા પૂછ્યા અને કા સેવા માગતા. તેઓને સકોચ દૂર કરતા અને તેમનાં કાર્યોં કરી આપતા. પદસ્થ થયા પછી પણ પુજ્યશ્રીના સાન્નિધ્યમાં રહીને ધર્માંકાર્યો કરતા હતા. અવસરે ક્ષેત્ર સાચવવા ગુરુદેવની આજ્ઞાથી અન્ય સ્થળે જતા અને જ્યાં જ્યાં ત્યાં ત્યાં તેએશ્રીના મધુર સ્વભાવને લઈ ને તે તે ક્ષેત્રવાળા વધુ સ્થિરતા કરવા માટે પ્રયત્ન કરતા. તેથી કેટલાંક ક્ષેત્રમાં તે બે કે ત્રણ ચામામાં એકસાથે કર્યાં હતાં. આજે ભલે તેઓશ્રી નશ્વર દેહથી વિદ્યમાન નથી, પણ દેહે અને યદેહે સમુદાયન! સ હૃદયમાં વિદ્યમાન છે!
સાધુએનાં
Jain Education International. 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org