________________
શ્રમણભગવા–૨
સૌમ્ય-શાંત-વાત્સલ્યમૂર્તિ
પૂ. આચાર્ય શ્રી વિજયમેાતીપ્રભસૂરીશ્વરજી મહારાજ
પરમ પૂજ્ય શાસનપ્રભાવક આચાર્ય ભગવંત શ્રી વિજયમેાતીપ્રભસૂરીશ્વરજી મહારાજના જન્મ રાજનગર-અમદાવાદમાં સ. ૧૯૫૨ના ફાગણ વદ ૮ ને શુભ દિવસે થયા હતા. પિતા મણિલાલ અને માતા મંગળાબહેનના એ પુત્રરત્નનું નામ મેહનલાલ હતુ. કુટુંબનું સમગ્ર વાતાવરણ ધમ મય હાઇ તેમના ઉછેર પણ એ જ વાતાવરણમાં થયે। હતા. ધર્માંસ સ્કાર તેમના જીવનમાં સહજપણે વણાઈ ગયા; પરંતુ માતાપિતાના આગ્રહથી સંસારમાં જોડાઈ ને માણેકબહેન સાથે લગ્નગ્રંથિથી જોડાયા. સાંસારમાં પડવા છતાં એમના જીવનને ધર્મજ્યંત સતત તપ—ત્યાગ માટે પ્રજવલિત બનાવી રહી હતી. અને એક વખત પૂ. શાસનસમ્રાટશ્રીની વૈરાગ્યમય દેશના સાંભળતાં, ૩૦ વર્ષની યુવાન વયે, ચારિત્રમાગે પ્રયાણ કરી, પાટણ મુકામે સ. ૧૯૮૨ના પાષ સુદ ૩ના દિવસે પૂ. શાસનસમ્રાશ્રીની નિશ્રામાં પટ્ટધર ગીતા શિરોમણિ આચાર્ય શ્રી વિજયાદયસૂરીશ્વરજી મહારાજના શિષ્ય અની મુનિશ્રી મેાતીવિજયજી તરીકે જાહેર થયા. પૂ. ગુરુભગવ’તની સેવા-ભક્તિ, વિનય–વિવેક અને સાથેાસાથ જ્ઞાનાભ્યાસમાં વૃદ્ધિ કરતાં તથા સંયમજીવનની સાધનામાં ઉદ્યમવંત થતાં પૂ. ગુરુભગવ'તે ચેાગ્યતા જોઈ ને અનુક્રમે ગણિ, પંન્યાસ, ઉપાધ્યાય અને સ. ૨૦૧૯માં આચાર્ય પદે આરૂઢ કર્યો ને આચાર્યશ્રી વિજયમેાતીપ્રભસૂરીશ્વરજી નામે જાહેર કર્યો.
૭૭
પૂ. આચાર્ય દેવશ્રીએ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ મારવાડ, મેવાડ, માળવા આદિ પ્રદેશામાં વિહરી અનેકાનેક શાસનપ્રભાવનાનાં કાર્યો કર્યાં. તેઓશ્રીના શુભ હસ્તે મેારખી, ચુડા, વીંછિયા, જેતલસર તથા ભાવનગરમાં પ્રતિષ્ઠા-મહાત્સવા ઊજવાયા હતા. ઉદ્યાપન, દીક્ષા આદિ ધર્મપ્રસ ંગા પણ ઊજવાયા હતા. તેમનાં સંસારી પત્ની અને એક પુત્રી પણ પૂજ્યશ્રીના પગલે ત્યાગમા ના
સ્વીકાર કરી વૈરાગ્યમાગેસ'ચર્ચા' હતા. પૂજ્યશ્રીની અલૌકિક પ્રતિભા, સરળ અને ભદ્રપરિણામી સૌમ્યદૃષ્ટિ, શાસનપ્રભાવનાની અપૂર્વ ભાવના આદિ અનેક ગુણાને જોતાં જ સૌ કોઇનાં મસ્તક નમી જતાં. વૃદ્ધાવસ્થામાં પણ હંમેશાં અનેખી શૈલીમાં બુલંદ અવાજે વ્યાખ્યાન આપતા. તેઓશ્રીને ‘ઉપદેશમાળા' અત્યંત પ્રિય હતી. હ ંમેશાં તેનું અધ્યયન કરતા. • ઉપદેશમાળા ’ છપાઈ ને લાકોમાં પ્રચાર પામે એ ભાવના સેવતા. જોગાનુજોગ આત્માન’દ સભા, ભાવનગર દ્વારા એ પ્રકાશિત થઈ. પૂજ્યશ્રીના પટ્ટધર આચાર્યશ્રી વિજયનયપ્રભસૂરીશ્વરજી મહારાજે પૂજ્યશ્રીના ફોટોગ્રાફ પણ સ્મૃતિરૂપે મુકાળ્યા. પૂજ્યશ્રી સ. ૨૦૩૯ના કારતક સુદ ૮ને દિવસે ભાવનગર-ગોડીજી જૈન ઉપાશ્રયે સમાધ્ધિપૂર્વક કાળધર્મ પામ્યા, સૌમ્ય-વત્સલ સૂરિવરને કેડિટ કેડિટ વંદના !
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org