________________
શાસનપ્રભાવક
વિવિધ ઉજમણાંથી એ વાતાવરણમાં સંયમ અને સાધનાને રંગ ઓર જામત. સં. ૧૯૩માં કચ્છ-ભુજપુરમાં જ્ઞાનપંચમીની આરાધના નિમિત્તે પૌષધશાળામાં જ્ઞાનની અપૂર્વ ભક્તિ માટે સેળ દિવસને મહામહોત્સવ ઊજવા અને ૪૦ ભાઈ–બહેનએ પૂજ્યશ્રીની નિશ્રામાં વિવિધ વ્રત ઉચ્ચાર્યા. સં. ૧૯૯૭માં મોરબીમાં ૪૫ આગમને તપ તે ખરેખર યાદગાર બની રહ્યો. સં. ૧૯૯૯માં જૂનાગઢમાં અષ્ટાનિકા મહત્સવ ઊજવાય. સં. ૨૦૦૦માં સાવરકુંડલામાં પાઠશાળાને પુનઃ પ્રારંભ કરાવ્યું. આમ, તેઓશ્રીએ જિનશાસનમાં તપ અને જ્ઞાનની સાધનાનું પ્રેરક વાતાવરણ રચ્યું હતું, જેના પ્રભાવે અનેક ભાગ્યશાળી આત્માઓ જિનશાસનની પ્રભાવના માટે ભાવના રાખતા થઈ ગયા હતા, અનેક પુણ્યાત્માઓ સંયમજીવન સિદ્ધ કરી કૃતાર્થ થયા હતા. પરિણામે તેઓશ્રીના શિષ્ય-પ્રશિષ્ય-પરિવારનું ચિત્ર પણ વિશાળ ઊપસે છે અને પૂજ્યશ્રીને અર્ધ શતક સુધીને દીક્ષા પર્યાય ભવ્ય પરંપરાને પરિચાયક બને છે.
કાળધર્મ અને અનુવંદના સિત્તેર વર્ષની વય પછી પૂજ્યશ્રીની તબિયત સારી નહીં રહેવાના પ્રસંગો વધતા ગયા. પરિણામે છેલ્લાં છ-સાત ચાતુર્માસ પાલીતાણામાં જ કર્યા. સં. ૨૦૨૨માં તબિયત વધુ ખરાબ થતાં અખાત્રીજ સુધી કુસુમનિવાસમાં રહ્યા હતા. સં. ૨૦૨૩નું ચેમાસું જેન સ્વાધ્યાય મંદિરમાં કર્યું. સાધ્વીજી સૂર્યપ્રભાશ્રીને માસક્ષમણનાં છેલ્લાં પચ્ચકખાણ આપવા વલ્લભવિહારમાં પધાર્યા હતા. આ સમય દરમિયાન ઉદયપુરથી કોઠારી ડુંગરસિંહજી ભૈરવબાલજી તથા તેમનાં મોટાંબેન રેશનબેન સહકુટુંબ સુખશાતા પૂછવા આવ્યાં હતાં. તેઓશ્રીની તબિયત વધુ ને વધુ ગંભીર થતી જતી હતી. સં. ૨૦૨૪ના પિષ સુદ ને બુધવારે તેઓશ્રીના શિષ્યરત્ન શ્રી વિદ્યાનંદવિજયજી મહારાજ સમાધિશતક તથા પુણ્યપ્રકાશનું સ્તવન સંભળાવતા હતા અને પૂજ્યશ્રી નમસ્કાર મહામંત્રનું રટણ કરતા હતા ત્યારે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. સમગ્ર દેશમાં વિજળીવેગે સમાચાર પ્રસરી ગયા. બીજે દિવસે સવારે અંતિમ યાત્રામાં અસંખ્ય ભાવિકે જોડાયા. પૂ. આચાર્યભગવંતના સંસારી ભત્રીજા કઠારી ડુંગરસિંહજીએ અગ્નિસંસ્કાર કર્યો અને રક્ષા શેત્રુંજી નદીમાં પધરાવી. કટિ કોટિ વંદન હજો એવા શાસનપ્રભાવક મહાત્માને !
(સંજન: મુનિરાજ શ્રી જયન્તપ્રવિજયજી મહારાજ)
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org