________________
શારદા સિદ્ધિ * બંધુઓ! આ જગતમાં કીડીથી માંડીને કુંજર સુધીના દરેક જીવ સુખના અભિલાષી છે. કોઈને દુઃખ ગમતું નથી, માટે બને તેટલી ની દયા પાળે. જીવોની હિંસા કરવાથી જીવને નરકગતિમાં જવું પડે છે. ત્યાંથી આગળ વધવા માટે ફરીને આવે અવસર કયારે પ્રાપ્ત થાય તે કહી શકાય નહિ, અરિહંત પ્રભુ પ્રત્યેને. અનાદર ભાવ એ આત્માના અત્યંત કિલષ્ટ અશુભ અધ્યવસાય છે. જેના કારણે આત્માને દુર્ગતિમાં જવું પડે છે. ચૌદ રાજલક સ્વરૂપ આ વિશ્વમાં સર્વાધિક સુખ સિદ્ધ પરમાત્માને અને સર્વાધિક દુઃખ નિગેદના જીવને છે. આ ભાવિ દુઃખને સુખમાં પલટાવવું હોય તે મહામંત્રનું શરણ સ્વીકારવું પડશે. નવકારમંત્રને આરાધક પોતે પંચ પરમેષ્ઠિમય બને છે, અને પંચ પરમેષ્ઠિ પદને પામ્યા પછી એને સંસારને ભય રહેતો નથી. “જેના મનમાં છે નવકાર એને શું કરે આ સંસાર” આ નવકાર મંત્રની દ્રવ્યથી અને ભાવથી આરાધના કરવી પડશે. જેને દ્રવ્યથી અને ભાવથી નવકારમંત્ર આવડી જાય તેના રોમેરોમમાં આનંદ વ્યાપી જાય અને ભાવિમાં દુર્ગતિના દ્વાર સદાને માટે બંધ થઈ જાય છે. જે નવકારમંત્રના મહાભ્યને સમજે છે. તે માનવભવને સફળ કરી જાય છે. નવકાર મંત્રની શ્રદ્ધા ઉપર એક દષ્ટાંત યાદ આવે છે.
કઈ એક ગામમાં મહાજ્ઞાની, પરોપકારી જૈન સંત પધાર્યા. જૈન સંત આરંભ સમારંભના ત્યાગી હોય. કંચન, કામિની અને કુટુંબને ત્યાગ કરી વીતરાગ દશા પ્રાપ્ત કરવાની જેમને લગની લાગી છે તેઓને સંસારને રાગ હેત નથી. હજાર મનુષ્યો એમના દર્શન કરવા આવે છે, વ્યાખ્યાન વાણીને લાભ લે છે. તે સંતે દરેકને ધર્મ સમજાવે છે. એક વખત એક વૈષ્ણવભાઈ સંતના દર્શન કરવા આવ્યા. દર્શન કરીને સંતના ચરણમાં એકસે રૂ.ની નેટ મૂકીને ઊભા રહ્યા. એને ખબર નથી કે આ તો કંચન કામિનીના ત્યાગી અને શીવસુખના રાગી સંત છે, એટલે મહારાજે કહ્યું, ભાઈ ! આ તારી માયા ઉઠાવી લે, મને એની ગંધ આવે છે. ભાઈએ કહ્યું. મહારાજ! તમે તે કેવા છે કે સો રૂપિયાની નેટ તમારા ચરણે ધરું છું તે પણ લેતા નથી. લોકે તે પૈસા માટે પ્રાણ આપે છે ને તમને પગમાં પડું છું તે પણ લેતા નથી. (હસાહસ) ભાઈ! જેને વિષના કટોરા જેવું સમજીને છોડ્યું તેને ગ્રહણ કરુ ? જલદી ઉપાડ. મને દુર્ગધ આવે છે. તમને રૂપિયાની દુર્ગધ આવે કે સુગંધ? (શ્રોતામાંથી જવાબ – અમને તે સુગંધ આવે છે.) (હસાહસ) તમને રૂપિયા બહુ વહાલા છે એટલે સુગંધ આવે પણ સાચા ત્યાગીઓને એની દુર્ગધ આવે છે. સંતે કહ્યું એટલે પેલા ભાઈએ રૂ. એકસની નેટ લઈ લીધી અને ચરણમાં પડીને કહ્યું. મહારાજ મને કંઈક આપે. સંતે શું આપે ? એ પૈસા આદિ ભૌતિક ચીજ ન આપે. એ તે તમારી પાસેથી લે છે ડું ને આપે છે ઘણું. બેલો, મહારાજ શું આપશે? હીરા-માણેક, મોતી, રૂપિયા? નાના આત્મજ્ઞાન આપશે.