________________
શારદા સુવાસ
બનાવવાને ટાઈમ જ ક્યાં છે? વીતરાગના સંતે ભગવતે શાસ્ત્રમાં જે કહ્યું છે તે પ્રમાણે ઉપદેશ આપે છે. તે પણ તમારા ગળે ક્યાં ઉતરે છે? સંતે જે તમને ગમે તેવી વાત કરે તે તમને ગમે. કેમ બરાબર છે ને ? પણ જરા સમજે. વિચાર કરો. ભગવાનના સંતે તમને ગમે તે ઉપદેશ આપે નહિ. એ તે ભગવાને જે પ્રમાણે કહ્યું છે તે જ તમને કહેશે.
સાધુએ તે ભગવાને પ્રગટાવેલા દીપકમાં ફક્ત તેલ પૂરવાનું કામ કરવાનું છે. એટલે શાસને આધીન રહીને ઉપદેશ આપવાને છે, પણ તમને રાજી કરવા માટે નહિ” જેમ કેર્ટમાં કાયદા સિવાય ચાલે નહિ, વહેપારીને ચોપડા વિના ચાલે નહિ તેમ સાધુને શાસ્ત્ર સિવાય ચાલે નહિ. સાધુએ તે ભગવાનના શા સાથે રાખીને જ બધી વાત કરવાની છે. જે સંસારને ત્યાગ કરીને જિનેશ્વર ભગવાનના શાસનને અર્પણ થયા છે તેમને તે શાસનને વફાદાર રહેવું જ પડે. જે શાસનને વફાદાર ન રહે તે સાધુ નહિ.
તમારે કેર્ટમાં કેશ છત હેય તે વકીલની સલાહ લેવા જાવ છે, મકાનને પ્લાન બનાવે હોય તો એજીનીયરની સલાહ લેવા જાય છે, અને રોગ લાગુ પડ્યો હોય તે તેને નાબૂદ કરવા માટે તે રેગના નિષ્ણાત ડોકટર પાસે જાય છે. વકીલ, એજીનીયર, અને ડોકટર બધાને પૈસા આપવા પડે છે. કેઈ મફત સલાહ આપતું નથી. રોગ નાબૂદ કરવા માટે ડોકટર જે કહે છે તે કરવા માટે તૈયાર થઈ જાય છે,
ત્યાં એવો વિચાર નથી કરતા કે આટલે બધે ખર્ચ થશે તે હું કેવી રીતે પહોંચી વળીશ. ત્યાં તે એવો જ વિચાર કરે છે કે કાલ સાજો થઈશ ને મહેનત કરીને પૈસા કમાઈ લઈશ. મારું શરીર સાજુ હશે તે બધું છે પણ કદી એ વિચાર આવે છે કે મારો આત્મા અનંતકાળથી માંદો પડે છે. એ સાજે હશે તે બધું છે. (હસાહસ) મારે આત્મા માં છે તે તેને સાજો કરવા માટે તેને કેઈ નિષ્ણાત ડોકટર પાસે જાઉં? તમે વકીલ, એનજીનીયર, વૈદ, ડોકટર બધા ફેમીલી રાખ્યા છે પણ કેઈ ગુરૂ ફેમીલી રાખ્યા છે. ખરા? જે તમારી ભૂલે ના કાંટા કઢાવી ભવરોગ નાબૂદ કરાવે. જ્યાં સુધી અવા સરૂ શેષા નથી ત્યાં સુધી ભવરોગ નાબૂદ નહિ થાય.
બંધુઓ ! ગુરૂ કેવા હોય? તમને મન ગમતા નહિ હૈ. હું પહેલા જ કહી ગઈ ને કે જે વીતરાગ પ્રભુના શાસનને વફાદાર હય, વીતરાગ પ્રભુની આજ્ઞા પ્રમાણે ચાલતા હોય તેવા સાધુઓ જ સાચા સદ્ગુરૂ બની શકે છે. આવા ગુરૂઓ સાચો માર્ગ બતાવીને ભવભવના રોગ મટાડે છે. કદાચ તમને અમારી વાત ગમે કે ન ગમે પણ અમે તે તમને સાચું જ કહેવાના. બાળકને તાવ આવે તારે તેની માતા રોગ નાબૂદ કરવા માટે પરાણે કવીનાઈન જેવી કડવી દવા પીવડાવે છે. બાળક ન પીએ તે તેનું નાક દબાવી, મોઢામાં આંગળી નાખીને પીવડાવી દે છે. દેહને રોગ નાબૂદ કરવા માટે