________________
સ્વ. આચાર્ય, ગચ્છાધિપતિ, બા. બ્ર. પૂ. ગુરૂદેવ
રત્નચંદ્રજી ગુરવે નમઃ સંવત ૨૩૪ ના મલાડના ચાતુર્માસમાં આપેલા પ્રવચને”
ઉત્તરાધ્યયન સૂત્ર, અધ્યયન ૨૨ મું “અધિકાર–રહનેમિય અને નેમરાજુલ તથા જિનસેન-રામસેન ચરિત્ર.”
વ્યાખ્યાન નં. ૧ અષાડ સુદ ૧૧ ને રવિવાર “તકને ઓળખો” તા. ૧૬-૭-૭૮
સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓને બહેને
અનંતજ્ઞાની, ત્રિલેકીનાથ, વિશ્વવંદનીય, તીર્થંકરદેવે જગતના જીવોને કહ્યું કે આ માનવભવ જીવન વિકાસ કરીને સ્વાત્માનો વિકાસ સાધવાની આ એક અણમોલ તક છે. વહેપારની સીઝનમાં વહેપાર કરી પૈસા કમાઈ લેવાની તક મનાય છે ને? બાળકને કુમાર અવસ્થામાં વિદ્યાભ્યાસ કરી લેવાની તક ખરી ને ? ખેડૂતને ચાતુર્માસના દિવસેમાં ખેડ કરીને અનાજ પકાવીને કમાણી કરવાની સોનેરી તક ગણાય ને? એવી જ રીતે આ ઉત્તમ માનવભવમાં આત્માને મહાન વિકાસ સાધી લેવાની આ અનુપમ તક છે. સૂયગડાયંગ સૂત્રમાં ભગવાન બેલ્યા છે.
इणमेव खणंवियाणिया, णोसुलभंबोहिं च आहियं ।
વંસડિદિયાસણ, શાહ નળોમેર સે અ. ૨ ઉ. ૩ ગા. ૧૯ બુદ્ધિમાન પુરૂષ આ અવસરને (તકને) ઓળખે છે. અર્થાત્ મનુષ્યભવ, સારા કુળમાં જન્મ, આર્યદેશ, આર્યધર્મની પ્રાપ્તિ આદિ અનુકૂળ અવસર પામી ધર્મની આરાધના કરે. વીતરાગ દેવ દ્વારા પ્રરૂપિત ધર્મની પ્રાપ્તિ થવી સરળ નથી. આ અવસર ચાલ્યો ગયો તે ક્યારે બેધિની પ્રાપિત થશે? આ રીતે આત્માથી પુરૂષાએ વિચાર કરવું જોઈએ. શ્રી ત્રાષભદેવ ભગવાને પિતાના પુત્રને આ ઉપદેશ આપે અને બીજા તીર્થકરોએ પણ આ પ્રમાણે કહ્યું છે.
આ માનવભવમાં આત્મ સારાસારનો વિવેક કરી શકે છે. કીડા મટૈડા વિગેરે તિર્યંચ નિમાં જીવન વિવેક વિહેણું હોય છે. એને અણવિકસ્યું જીવન કહેવાય છે, ત્યારે મનુષ્યપણામાં વિવેક ભર્યું જીવન જીવવાથી વિકસિત જીવન જીવી શકાય છે, અને એમાં આત્માનો મહાન વિકાસ સાધી શકાય છે. એ વિકાસ સાધવા માટે શું ઉપાય છે તે વાતની જિનેશ્વર ભગવતેએ આગમના પાને પાને ખૂબ સુંદર રીતે રજુઆત કરેલી છે, પણ આજના ભૌતિક યુગમાં માનવીને શાસ્ત્રમાં દષ્ટિ કરી જીવન વિકસિત