________________
૪ ]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન
પ્રતિજ્ઞા કરવામાં આવી. પ્રતિજ્ઞા તે પહેલું મહાવ્રત. આમ છતાં બીજા મહાવ્રતની જરૂર છે. ભાવપ્રાણના અતિપાતમાંથી નીકળી જાય તેને માટે મૃષાવાદ-વિરમરણની જરૂર છે. શંકા–સત્ય મહાવ્રત રાખવું હતું ને સમજુ મનુષ્ય પ્રતિજ્ઞા જૂઠું નહિ બલવાની કરે. સાચું બોલવું એની પ્રતિજ્ઞા ન હોય. સાચું બોલવું એ વ્રત હોય તો તીર્થકરો જેટલું ન બોલે તેટલું પાપ લાગે. સાચું બોલવું જ એ વ્રત ન રહ્યું. જેટલું બોલવું તેટલું સાચું જ બોલવું તે પાલવે. સાચું જ બોલવું ન પાલવે. વ્યવહાર ભાષા છે. તેને શું કહેશે ? નિધન છે. બાપે ધનરાજ નામ રાખ્યું છે, તે શું કહીને બોલાવ ? દરિદ્રશેખર અહીં આવ એમ બેલવું? ભવિષ્ય જાણ્યા સિવાય સાચું જ ન બોલાય. એક માણસને બોલાવ્યો, આવ્યો નહિ, તેથી વચન ખોટું ને ? આવવાનું છે એમ જાણે પછી જ બોલી શકે. સાચું જ બોલવું રાખ્યું હોય તે તેમાં એકૃકે બંગધડો ન રહે. કેઈને કહેવાય નહિ કે અરે તું હિંસા કરે છે, રખડી મરીશ. પેલાની ભાવના ચઢી. કેવળજ્ઞાન પામે. તમારું કહેવું સાચું કે ખોટું ? ભવિષ્ય જાણતા ન હતા. ભવિષ્ય બોલ્યા તેથી ખોટું. સાચું જ બલવું ન રહ્યું. આટલા માટે શાસ્ત્રકારોએ સત્ય વ્રત ન રાખતાં મૃષાવાદવિરમણ વ્રત રાખ્યું. આથી મૃષાભાષાના પ્રકારે તે પહેલાં સમજવા જોઈએ. ચારે ભાષાનાં સ્વરૂપ જાણવાં જોઈએ. જ્યારે તે સમજશે, ત્યારે મૃષાવાદ-વિરમરણનું સ્વરૂપ સમજાશે.