Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________ મંગલાચરણ ઈષ્ટદેવસ્તવ–આમ આવા વીરને નમસ્કાર કરી અત્રે શાસ્ત્ર પ્રારંભે મંગલરૂપ ઈષ્ટ દેવતાનું ભાવસ્તિવ કહ્યું, કારણ કે અન્યને સાધારણ નહિં એવા અસાધારણ-અનન્ય યથાભૂત ગુણોનું સંકીર્તન કરવું તે ભાવતવ કહેવાય છે; અને અત્રે પણ ભગવાનને ઈષ્ટદેવ સ્તવ જેવા છે તેવા ગુણવાચક વિશેષણ વડે ઈષ્ટ દેવનું ભાવસ્તવ કર્યું છે. આમાં ભગવાનનું ઈષ્ટપણું અતિશયવંત એવા પરમેત્તમ ગુણગણને લીધે છે, અને દેવતાપણું પરમ દિવ્ય ગતિની–મુક્તિની પ્રાપ્તિને લીધે છે. આમ ભગવાન ખરેખરા “ઈષ્ટ દેવ” છે. તેમજ મોક્ષસુખના કારણરૂપ આ યોગદષ્ટિ પણ આ વીર પ્રભુએ ઉપદેશી છે, તે ઉપકારની સ્મૃતિ અર્થે પણ અત્રે તે ભગવાનને નમસ્કાર કર્યો છે. “શિવસુખ કારણ ઉપદિશી, ગત અડ દિઠ્ઠી રે; તે ગુણ થણી જિન વીરન, કરશું ધર્મની પુઠ્ઠી રે........વીર જિનેસર દેશના.” –શ્રી યશોવિજયજીકૃત યોગદષ્ટિસઝાય -11 પ્રજનાદિ આમ મંગલાચરણ કરી અહીં પ્રજન, વિષય, સંબંધ એ ત્રણ કહ્યા છે. અહીં કહેવાને વિષય ગ જ છે. સાધ્ય-સાધનરૂપ તે સંબંધ છે. ગ્રંથકર્તાનું અનંતર-તાત્કાલિક (Immediate) પ્રયજન સંક્ષેપમાં યોગનું કથન કરવું તે છે અને પરંપરા પ્રોજન (Remote, Ultimate) મેક્ષ છે, કારણકે શાસ્ત્રકાર શુદ્ધ આશયથી આ સત્ત્વહિતરૂપ પરોપકાર પ્રવૃત્તિ કરે છે, અને માન-પૂજા-કીતિ આદિ કામનાથી રહિતપણે કેવળ શુદ્ધ આત્માથે કરવામાં આવતી આવી શુદ્ધ પ્રવૃત્તિ મોક્ષના અવંધ્ય-અચૂક બીજરૂપ છે બીજ હોય તો કાળાંતરે ફાલીકૂલીને વૃક્ષ થાય, તેમ શુદ્ધ આશયથી કરવામાં આવેલી આ સન્શાસ્ત્રરૂપ પપકાર પ્રવૃત્તિના બીજમાંથી પરંપરાએ નિર્વાણ-મક્ષ ફળની અવશ્ય પ્રાપ્તિ એ શાસ્ત્રકારનું પરંપરા પ્રયજન છે. અને શ્રોતાઓનું અનંતર પ્રયોજન તો આ યોગ પ્રકરણના અર્થનું પરિજ્ઞાન થવુંસારી પેઠે સમજવું એ છે; એમનું પણ પરંપરાપ્રયેાજન તે મોક્ષ જ છે, કારણ કે પ્રકરણ અર્થના જ્ઞાનથી જેમ ઘટે તેમ ઉચિતપણે અત્રે જ યોગમાં પ્રવૃત્તિ હોય છે, અને આ ગપ્રવૃત્તિ પણ મોક્ષના અવંધ્ય-અચૂક બીજરૂપ છે, તેમાંથી પણ કાળાંતરે અવશ્ય મોક્ષરૂપ ફળ મળશે જ. “એહનું ફળ દેય ભેદ સુણીજે, અનંતર ને પરંપર રે; આણપાલન ચિત્ત પ્રસન્ની, મુગતિ ગતિ સુરમંદિર રે...... સુવિધિ જિનેસર” –શ્રી આનંદઘનજી