Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________ મંગલાચરણ યુક્ત એ તે પરમ કૃપાળુ મહામતિ, સદા પરાર્થવ્યસની-પરોપકારનો બંધાણી બની, તેમ જ પ્રવૃત્તિ કરે છે. અને તેમ કરતાં તેને મહદય-પરમ પુણ્યરાશિ ને ગુણરાશિ વર્ધમાન થત જાય છે. આમ તે તે કલ્યાણગવડે પ્રાણીઓ પ્રત્યે પરોપકાર કરતાં તે તીર્થકરપણું પામે છે, કે જે તીર્થકર પણું જીવન પર પકારનું પરમ સાધન છે.” ભક્તશિરોમણિ મહાત્માઓ ગાઈ ગયા છે કે - “ત્રીજે ભવ વર થાનક તપ કરી, જેણે બાંધ્યું જિનનામ; રે ભવિકા! સિદ્ધચક્રપદ વદ.”—શ્રીયશવિજયજી-(શ્રી શ્રીપાળરાસ) “ભવ ત્રીજે સમકિત ગુણ રમ્યા, જિનભક્તિ પ્રમુખ ગુણ પરિણમ્યા; તજી ઇંદ્રિય સુખ આશંસના, કરી સ્થાનક વીશની સેવના. અતિ રાગ પ્રશસ્ત પ્રભાવતા, મન ભાવને એવી ભાવતા; સવિ જીવ કરું શાસનરસી, ઈસી ભાવદયા મન ઉદ્ભસી.” શ્રીદેવચંદ્રજીકૃત સ્નાત્ર પૂજા આવા તીર્થંકરનામકર્મને જ્યાં ઉદય છે, એવી કર્મકાય અવસ્થાનું એટલે કે કર્મ જન્ય સાકાર દેહધારી સગી અવસ્થાનું આ “જિનેત્તમ” વિશેષણથી ગ્રહણ કર્યું છે. અને આ દેહધારી અવસ્થા છતાં, ભગવાનની સહજાન્મસ્વરૂપ સ્થિતિવાળી પરમ જ્ઞાનદશા એવી તે અપૂર્વ હોય છે કે જાણે તેઓ દેહાતીત વર્તતા હોયની! દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત; તે જ્ઞાનીના ચરણમાં, હે વંદન અગણિત.” શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણીત શ્રી આત્મસિદ્ધિ અયોગ-મન-વચન-કાયાનું કર્મ તે યોગ છે. જેને તે યોગ નથી તે અયોગ છે. આ વિશેષણ ઉપરથી ભગવાનની તસ્વકાય અવસ્થાનું એટલે કે શુદ્ધ આત્મતત્વ માત્ર જ જેની કાયા છે એવી સિદ્ધ અવસ્થાનું ગ્રહણ કર્યું. આ શુદ્ધ આત્મતત્તવમય અગ અવસ્થા, શૈલેશીકરણ પછી તરત જ ઉપજે છે; અને ત્યારે તેમાં સમસ્ત કર્મ દૂર થઈ ગયા હોય છે, તથાભવ્યત્વના પરિક્ષયથી પરમ જ્ઞાનસુખ ઉપર્યું હોય છે. સમસ્ત કૃત્ય કરી લીધાં હોવાથી ત્યાં કૃતકૃત્યતા અનુભવાય છે, અને મેક્ષરૂપ પરમ ફલની પ્રાપ્તિથી તે નિષ્કિતાર્થરૂપ-સિદ્ધદશારૂપ હોય છે. આવી નિષ્કર્મ, નિરાકાર, નિષ્કલ શુદ્ધ આત્મતત્વમય દશા “અગ' વિશેષણથી સૂચવી ભગવાનના સિદ્ધપદની સ્તુતિ કરી. શૂરપણે આતમ ઉપયેગી, થાય તિણે અગી રે.”—શ્રી આનંદઘનજી.