________________
કાવ્ય શાસ્ત્ર,
(કઠિણુતા રહિત) રચનાવાળી, પ્રગટ અર્થવાળી તથા સારી રીતિ યુક્ત, સાલંકાર, રસ ગુણથી ભરેલી અને શ્રવણ માત્રથીજ પ્રીતિ ઉપજાવે છે.
नामलक्षण विचार. કાવ્ય એક નામ છે. નામનું લક્ષણ છેવું જોઈએ એ સ્વાભાવિક છે કારણકે નામ લક્ષણ વિના હોઈ શકતું નથી. આ પ્રસંગે, નામ અને લક્ષણ સબંધે નામમાંજ લક્ષણ હોવું જોઈએ એવું માનનાર “શ્રી જશવંત જશોભૂષણકારે” લખેલ લેખ ઉદધૃત કરીએ છીએ.
પરમેશ્વરે લેકસૃષ્ટિમાં પ્રથમ પદાર્થ બનાવ્યા છે પછી એ પદાર્થોનાં નામ રાખ્યાં છે.
મનુસ્મૃતિમાં પ્રથમ સૃષ્ટિક્રમ કડીને કહ્યું છે કે – सर्वेषां तु स नामानि कर्माणि च पृथक् पृथक् । वेदशब्देभ एवादौ पृथक्संस्थाश्व निर्ममे ।।
સ અર્થાત્ નારાયણે ! અર્થાત્ ફરીને વેદશબ્દોથી જ જુદાં જુદાં નામ અને કર્મ બનાવ્યાં છે. ફરીને હંશા અર્થાત્ વ્યવહારને પણ ભિન્ન ભિન્ન બનાવ્યા છે. પછી શાસ્ત્રકારોએ એ પદાર્થોનાં લક્ષણ બનાવ્યાં છે. સાહિત્યમાં પહેલાં આવાં જ ઉદાહરણ છે. ફરી કવિઓએ એમાં ચમત્કાર જોઈ જોઈને અલંકાર, રસ ઈત્યાદિનાં નામ ધારણ કર્યો છે એ અનુભવસિદ્ધ છે. ગામના શ્રવણમાં સામાન્ય જ્ઞાન માત્રથી પણ આનંદ થાય છે. પરંતુ સોરઠ, કાલિંગડા ઇત્યાદિ રાગનાં વિશેષ સ્વરૂપનું જ્ઞાન હોવાથી અધિક આનંદ થાય છે. એવા કાવ્યાર્થના સામાન્ય જ્ઞાનથી પણ આનંદ થાય છે. પરંતુ ઉપમાદિ અલકાર શૃંગારાદિ રસ ઈત્યાદિના વિશેષ જ્ઞાનથી અધિક આનંદ થાય છે.
ન્યાય આદિ શાસ્ત્રના પ્રસિદ્ધાચાર્ય શૈતમ આદિએ ઈશ્વર કૃત પદાર્થોનાં લક્ષણ બનાવ્યાં. એ શૈલીથી સાહિત્ય શાસ્ત્રના પ્રસિદ્વાચાર્ય ભરત મુનિએ અલંકાર આદિના લક્ષણ બનાવ્યાં છે. ભારત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com