________________
કાવ્ય સાર,
ભ્યોને રહેવા માટે બનાવવું છે, તે સંભવ છે કે એમાં એ કારીગર મનુષ્યને જવા આવવા જેવડું દ્વાર પણ નહિ બનાવે. આ સિવાય એ પણ સંભવ છે કે બારણેથી જોવામાં તે એના બનાવેલ ઘરને આકાર જે જોઈએ તે હેય પણ અંદરથી તે ઈટ પત્થરથી ભરેલું હોય અથવા છાપરૂં જ ન હોય. જે કોઈ મનુષ્ય સેનાની પાસે જઈને કહે કે મને એક કંકણ બનાવી દે, તે જ્યાં સુધી સોની એમ નથી જાણતા કે કંકણ અમુક ભૂષણને કહે છે, ત્યાં સુધી તે બિચારે શું બનાવી દેશે અને કદિ વિના સમજે, વિના સાંભળે બનાવવાનું સાહસ ઉઠાવે તે સંભવ છે કે કેઈ એક એવી વસ્તુ બનાવી દેશે કે જેનાથી હાથને કાંઈપણ સબંધ નહી હોય. એવી રીતે જે કવિ આ વાતને સારી રીતે ન સમજે કે કાવ્ય કેને કહે છે તે યથારૂચિ સમજ્યા વિના કાંઈ બનાવી તેને કાવ્ય માની લેશે. અને પોતાની રચનામાં એ વાતને લાવવાને યત્ન નહિ કરી શકે, કે જેનાથી વાકયને કાવ્યપદવી પ્રાપ્ત થાય છે. प्राचीन साहित्याचार्यो प्रणीत काव्यनां लक्षणो. ચન્દ્રાલેકાર લખે છે – निर्दोषा लक्षणवती सरीतिगुणभूषिता ।
सालंकाररसानेकवृत्तिर्वाकाव्यनामभाक।। દેષ વિનાની, સારા લક્ષણયુકત, રીતિસહિત, ગુણેએ સહવર્તમાન અલંકાર સહિત અનેક વૃત્તિવાળી જે વાણી તે કાવ્ય કહેવાય છે. સરસ્વતી કંઠાભરણકાર લખે છે –
निर्दोष गुणवत्काव्यमलङ्कारैरलङ्कृतम्।
रसान्वितं कविः कुर्वन्कीति प्रीतिं च विन्दति ॥ દેષ રહિત, ગુણવાળું, અલંકારથી સુશોભિત રસયુકત કાવ્ય કરનાર કવિ કાતિ તથા પ્રીતિને પામે છે. કાવ્યદીપિકાકાર આ પ્રમાણે લખે છે:
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com