________________
૮૦
ઝભ્યશાસ્ત્ર. આહીં નાદિ શ્લાઘનીય વસ્તુઓએ ચન્દ્રાદિ ચૂલાઘનીય વસ્તુઓને આશ્રય કર્યો એથી આહીં સંગ સંબંધ યથાયોગ્ય હોવાથી સમ યાં છે. આ સ્તુતિ પર્યવસાયી છે.
યથા.
ચિરંજીવી જેડી મળી, કાં ન સનેહ ગંભીર,
શું ઓછી વૃષભાનુજા, શું હળધરના વિર. ભાષામાં લેષને માટે “ચિરંજીવી” શબ્દને બેચરજી” પાઠ થઈને દીર્ધાયુ છે અને ચરીને જીવે એ અર્થ થાય છે. જેડી મળી જેડીનું મળવું-દંપતીનું અને બળદનું બન્નેનું પ્રસિદ્ધ છે. “હ”-પ્રીતિ અને વૃત. “વૃષભાનુજા” વૃષભાનુની કન્યા અને સાંઢની ન્હાની બહેન. હળધર”—હળને ધારણ કરનાર બળદેવ અને બળદ બને અર્થ છે. આ રીતે સખીએ પરિહાસમાં રાધિકા અને કૃષ્ણનું પશુપણું બતાવી યથાયોગ્ય સંબંધ પ્રતિપાદન કરેલ છે. પ્રથમ ઉદાહરણમાં આશ્રય આશ્રયીભાવસંબંધ સમ છે અને અને બીજા ઉદાહરણમાં સંયોગ સંબંધસમ છે. સંબંધ અનેક પ્રકારના થાય છે.
“કાવ્યપ્રકાશગતકારિકાકાર” આ લક્ષણ આપે છે –
समं योग्यतया योगो यदि संभावितः कचित् ।।
સમ અલંકાર એ છે કે જે ક્યાંઈ યેગ અર્થાત્ સંબંધ એગ્યતાએ કરીને સંભાવિત હેય. “સર્વસ્વકાર” વિષમની પછી સમ અલંકારનું આ લક્ષણ આપે છે -તદ્વિપર્યયઃ સME
તત અર્થાત્ વિષમના વિપર્યયમાં સમ અલંકાર છે. આવું લક્ષણ કહીને જણાવે છે કે જે કે વિષમના ત્રણ ભેદ કહ્યા છે, એમાં અનનુરૂપ સંબંધને વિપર્યય અનુરૂપ સંબંધ જ ચારૂ હોવાથી સમ અલંકાર થાય છે.
ચન્દ્રાલેકકાર પહેલા સમનું આ લક્ષણ આપે છે – समं स्याद्वर्णनं यत्र द्वयोरप्यनुरूपयोः॥
જ્યાં બને અનુરૂપનું જ વર્ણન હોય ત્યાંસ અલંકાર થશે અને કાર્યકારણની અનનુરૂપતારૂપવિષમનાવિપર્યયમાં આ લક્ષણ આપે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com