________________
પરિકરાર.
૫૫ આહીં પિનાકીના પદપ્રહારથી વજપાતની તુછતા પ્રતીતિ છે. અમારા મતથી અહીં વ્યતિરેક અલંકાર છે, હંસની ગતિને અથવા નાયકાની ગતિને ઉપમાનેપમેય ભાવ પ્રસિદ્ધ છે, તેથી હંસદર્શ નથી આના સાદૃશ્યમાં ન્યૂનાધિક ભાવની પ્રતીતિ છે અને ચંડઘાતમાં વાપાત સમતાને વ્યવહાર પ્રસિદ્ધ છે, તેથી અહીં હરના પ્રલયનત્યસમયના પદપ્રહારથી ગિરિરાજને વજપાતથી ન્યૂનાધિક ભાવ પ્રતીત થયેલ છે, રત્નાકરકાર કહે છે કે ઉપમાનથી ઉપમેયને અધિક ગુણ વ્યતિરેકનું સ્વરૂપ છે. આની તે વસવંતર પ્રાપ્તિ સમયમાં વૈલક્ષણ્યપ્રતીતિ છે. એથી વ્યતિરેકને અથવા આને સ્પષ્ટ ભેદ છે. તેથી અમારા મત પ્રમાણે આ કિંચિત્ વિલક્ષણતા અલંકારાન્તરની સાધક નથી. અને રત્નાકરકાર કહે છે કે ઉપમેયથી ઉપમાનનું ન્યૂનત્વ વ્યતિરેકનું સ્વરૂપ છે. આહીં તે વવંતર સબંધ સમયમાં તુછત્વ મહત્વની વિકલપતાથી પ્રતીતિને અંગીકાર છે. વિકલ્પતાથી અર્થાત્ ઉપમાનથી ઉપમેયની ન્યૂનતાનું પણ ગ્રહણ છે. તેથી અમારા મતથી એ સમાધાન પણ સમચીન નથી. ઉપમેયની ન્યૂનતામાં પણ વ્યતિરેક સંગતિની બાધા નથી. અને રત્નાકરકાર કહે છે કે વ્યતિરેક તે ઔપચ્ચે જીવિત છે. એ તે - પામ્ય વિના પણ થાય છે.
યથા. જાણ્ય અવર સ્ત્રીના, સંગ થકી મેં તારું આધિય.
અમારા મતથી આહીં પણ સમતામાં વ્યતિરેક છે, એ મહાશયે સજાતિય વ્યતિરેક પણ માને છે.
परिकरांकुर કેટલાક પ્રાચીને પરિવારને અલંકારાન્તર માને છે. ચાલેકકાર” આ પ્રમાણે લખે છે.
साभिप्राये विशेष्ये तु भवेत्परिकरांकुरः॥ સાભિપ્રાય વિશેષ્ય હોય તે પરિવાર અલંકાર છે. આ ના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com