________________
રસવદાદિ અકાર.
૫૯૭ અને કદાચિત છે. આ ઉપમેયને વિશેષ કહેવાથી નયનાનંદકરવાદિ ઉપમેયનું અન્યથા સર્વાત્મ સામ્ય સિદ્ધ કરવામાં આવ્યું છે.
અમારા મતથી આ વિષયમાં વ્યતિરેક અથવા અમે સ્પષ્ટ કરે લ વિશેષેકિત અલંકાર છે. એથી રૂદ્રટેકત સામ્ય પણ ભિન્ન અલંગ કાર નથી.
रसवदादि अलंकार. વ્યંગ્ય બે પ્રકારના છે. ૧. પ્રધાન. ૨. શૈણ તેમાં પ્રધાન વ્યંગ્ય તે કાવ્યના જીવનરૂપ છે. એથી કાવ્યને શોભારૂપ બને છે. પરતુ જીવરૂપ હોવાથી એને અલંકાર વ્યવહાર નથી પણ અલંકાર્ય વ્યવહાર છે; એ પ્રથમ સવિસ્તર લખેલું છે. ગુણભૂત વ્યંગ્ય પ્રધાન નથી, પણ શુભાકર છે. એથી ગુણીભૂત વ્યંગ્યને અલંકાર વ્યવહાર છે. એ સિદ્ધાન્તાનુસાર મહારાજા ભેજ આદિ સર્વેએ રસ આદિની અંગતામાં રસદાદિ અલંકાર કહેલા છે. રસવત્ અથોત્ રસ જેવું. આહીં રસ અન્યનું અંગ થઈ જાય છે. રસ સવયં પ્રધાન રહે નથી. એથી અહીં રસ નથી કિન્તુ રસ જેવું છે, એમ બતાવવાને માટે રસવત્ કહેલ છે. અન્યનું પોષણ કરે ત્યારે અંગ છે. પોષણ કરવું એ તે આહીં શભા કરવી છે. આ રીતિથી કાવ્યને શોભાકર હોવાથી રસ અલંકાર થાય છે. કાવ્યપ્રકાશગતકારિકાકારે એજ રસ પ્રકરણમાં કહેવું છે કે –
रसभावतदाभासभावशान्त्यादिरक्रमः ।
भिन्नो रसायलंकारादलंकार्यतया स्थितः ॥ રસ, ભાવ, અને એ બન્નેને આભાસ અને ભાવશાન્તિ આદિ જે અલક્ષ્ય ક્રમવાળા છે તે રસાદિ અથૉત્ રસવદાદિ અલંકારોથી ભિન્ન હોઈને અલંકાર્યતાથી સ્થિત છે. મતલબ રસાદિ પ્રધાન હોય
ત્યાં અલકાર્ય છે અર્થાત્ અલંકારવાળા છે. અને રસાદિ સ્વયંપ્રધાન ન હોય ત્યાં બીજાને શેભા કરવાથી અલંકાર થઈ જાય છે. જ્યાં રસ રસનું અથવા ભાવનું અંગ થઈને પિષણ કરે એ રસવત્ અલંShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com