________________
પ્રમાણાલંકાર.
૬૦૩ જે પ્રમા છે એજ પ્રમાણ છે અથવા યથાર્થીનુભવ પ્રમાણ છે. સ્મતિથી અન્ય જ્ઞાનને અનુભવ કહે છે.
प्रत्यक्ष પ્રતિ શબ્દનો અર્થ સન્મુખતા છે. ચિન્તામણિકષકારે કહ્યું છે કે “કવિ મામઈ” અક્ષ એટલે નેત્ર આદિ ઈન્દ્રિયે. જ્ઞાન આત્માને થાય છે. તેથી પ્રત્યક્ષ એટલે અક્ષની સન્મુખતાથી અર્થાત્ ઇક્સેિના દ્વારા જ્ઞાન થાય એ પ્રત્યક્ષ.
મહારાજા ભેજ પ્રત્યક્ષ અલંકારનું આ લક્ષણ આપે છે. प्रत्यक्षमक्षजं ज्ञानं मानसं चाभिधीयते । स्वानुभूतिभवं चैवमुपचारेण कथ्यते ।। મક્ષ અર્થાત ઈન્દ્રિયેથી ઉપન્ન થએલ જ્ઞાનને પ્રત્યક્ષ કહે છે. માનસજ્ઞાન અને પિતાની અનુભૂતિથી ઉન્ન થએલ જ્ઞાન પણ ગણવૃત્તિથી પ્રત્યક્ષ છે. સ્વાનુભૂતિ એટલે પિતાને અનુભવ અર્થાત્ યેગાભ્યાસાદિથી પોતાના આત્માના સ્વરૂપનું જ્ઞાન. દીક્ષિતે આ બન્ને ભેદ કહેલ નથી.
યથા શબદ સ્વરૂપ સુગંધિ અતિ, સ્પર્શ સ્વાદ સુમહાન, સહુ શરીરને સુખ સખી, કરે એક મધુ પાન
સુરાહીથી નીકળતાંજ મધુને રમણીય શબ્દ થાય છે. એનું વર્ણન પારસી કવિતામાં ઘણું જ છે. એનું જ્ઞાન શ્રવણ ઈન્દ્રિયથી થાય છે. આસવને રંગ અને સ્વરૂપનું જ્ઞાન નેત્ર ઈન્દ્રિયથી થાય છે. આસવની સુગન્ધિનું જ્ઞાન ધ્રાણ ઈન્દ્રિયથી થાય છે. અને આસવના સ્પર્શનું જ્ઞાન ત્વચા ઈન્દ્રિયથી થાય છે, અને આસવના સ્વાદનું જ્ઞાન રસના ઈન્દ્રિયથી થાય છે. આ પાંચે ઈન્દ્રિયેથી પ્રત્યક્ષનું ઉદાહરણ છે
યથા. થકિત થયે જ્યાં જોયું ત્યાં, ભલ સ્વરૂપ છબિ ભાળી; શિખનખ લગિ કે દિવસ, ન શક્યા કેથનિહાળી.
આહીં રૂપગુણગર્વિતાનાયિકાની ઉક્તિમાં કેવળનેત્રાથી પ્રત્યક્ષ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com