________________
૫૯૬
કાવ્યશાસ્ત્ર,
યથા.
બેસે ત્યારે બેસે, ચાલે ત્યારે સંગે ચાલે છે. છાયાસમ વિધેનુ, વનમાં રાજા દિલીપ ચાલે છે.
રૂદ્રટે સામ્ય અલંકાર બે પ્રકાર માન્યો છે. પ્રથમ પ્રકારનું આ લક્ષણ ઉદાહરણ છે
अर्थक्रियया यस्मिन्नुपमानस्येति साम्यमुपमेयम् । तत्सामान्यगुणादिककारणयां त वेत्साम्यम् ।।
જ્યાં ગુણાદિ સમાન ધર્મ કારણથી પ્રાપ્ત થએલ જે અર્થક્રિયા અથવા કાર્યકારિતા એથી ઉપમાનની સમતા હેવાથી ઉપમેય હેય ત્યાં સાધ્ય અલંકાર થશે.
યથા
શું પૂરવ દિશિ દેખતી, અભિસર મળ પતિ જાય, શશિના સહુ કારજ કરે, તુજ આનન સુખદાય.
આહીં કાન્તિરૂપ સમાન ગુણ કારણથી પ્રાપ્ત થએલ જે પ્રકાશ રૂપ કાર્યકારિતા એથી શશી ઉપમાનની સમતા હોવાથી આનન શશિનું ઉપમેય થયું છે. રૂાટે સામ્યના બીજા પ્રકારનું આ લક્ષણ ઉદાહરણ આપ્યું છે – सर्वाकारं यस्मिन्नुभयोरभिधातुमन्यथा साम्यम् । उपमेयोत्कर्षकरं कुर्वीत विशेषमन्यत्तत् ॥
જ્યાં બનેનું અન્યથા અર્થાત્ અન્ય પ્રકારથી સર્વાત્મ સામ્ય કહેવાને માટે ઉપમેયને ઉત્કર્ષ કરવાવાળો વિશેષ કહે એ द्वितीय साम्य.
યથા
મૃગનું અંક સહજ સદા, ધારે ઈન્દુ નિહાળ;
મૃગમદ આહાર્યને કદા, ધારે તુજ મુખ નાર. આહીં ઉપમાન ઈન્દુમાં મૃગરૂપ અંક સહજન્મા અથવા સર્વદા છે. ઉપમેય મુખમાં મૃગમદ પત્ર રચના આહાર્ય અર્થાત આરેપિત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com