________________
૫૬
કાવ્યશાસ્ત્ર,
મની સાર્થકતા એ છે કે સાભિપ્રાય વિશેષણમાં તે પરિકરતા વિકાશરૂપ છે. કેમકે વિશેષણથી કરીને ઉક્તિ હોવાથી પારિજાત
સ્પષ્ટ ભાસે છે. અને આહીં તે વિશેષ્ય માત્રથી પરિકરતાની સ્મૃતિ છે. એથી આમાં પરિકરતા અચ્છુટ હોવાથી અંકુરરૂપ છે.
યથા. ફણેન્દ્ર વર્ણન કાજે, હૈહયાધીશ લખવાને કાજ; સમર્થ આમંડલ છે, યશે વાંચવા તારા નરરાજ.
આહીં શેષ અને ઈન્દ્રદેવતા હોવાથી અને હૈયાધીશ દેવાંશ હેવાથી રાજાના ચશનું વર્ણન કરવાનું સમર્થ છે. ત્યાં એની સહસ આનનતાદિ પરિકર છે. આવા વિશેષ્યાનું ગ્રહણ કરવામાં અભિપ્રાય હજાર મુખ, હજાર હાથ અને હજાર નેત્રમાં છે.
અમારા મતથી પરિકર વિશેષ્યમાં હોય, અથવા વિશેષણમાં હેય, એ કિંચિત્ વિલક્ષણતા અલંકારાન્તર સાધક નથી ઉદાહરણાન્તર માત્ર છે, એથી એ પણ પરિકરજ છે.
રિત્તિ. પત્તિ એટલે વસ્તુઓને વિનિમય. વિનિમયને અર્થ પ્રતિદાન અથવા અદલાબદલી કરવુ. ચિન્તામણિકેષકારે કહ્યું છે કે – “વિનિમયઃ પતિને” ઘણું પ્રાચીને પરિવૃત્તિને અલંકારાન્તર માને છે.
યથા.
તેં ભુજબલ ભૂભૂતતણે, લીધે કર નરરાજ;
શું પાછો દીધ ન કર, તે તેનાં હિતકાજ. આહીં ચક્રવર્તી રાજાએ અન્ય ભૂપેથી કર અર્થાત્ પેશકસી લીધી અને એને કર (હાથ) દીધે, અર્થાત્ વિશ્વાસને માટે હાથથી વચન દીધું. અહીં નિન્દાના આભાસની સંકીર્ણતા છે, કેટલાક પ્રાચીને સમ અસમ એવા પરિવૃત્તિના બે પ્રકાર કહે છે, કાવ્યપ્રકાશગતકારિકાકારનું આ લક્ષણ છે.
परिवृत्तिर्विनिमयो योऽर्थानां स्यात्समासमैः ।।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com