________________
અન્તર્ભાવાલંકાર.
૫૬૦ ન્તરમાં રૂઢિ માનવામાં આવી છે, આચાર્યદંડીએ તેમજ મહારાજા ભેજે પણ એજ લક્ષણ રાખેલ છે –
મત્ત મરાલે પાન વિષ્ણુ, શુદ્ધ અનૈષધ વારિક વિણ પ્રક્ષાલન વિમલનભ, થયું વિશ્વ મનોહારિ.
મત્તતાનું મપાન, વારિશુદ્ધતાનું કતકાદિ ઔષધ અને નિ “લતાનું કારણ પ્રક્ષાલન પ્રસિદ્ધ છે, એના વિના પણ મત્તતા આદિ કાર્યની ઉત્પત્તિ છે, એથી કારણાન્તરની જીજ્ઞાસા અર્થાત્ જાણવાની ઈચ્છા થાય છે. જેથી શરદરૂતુરૂપ કારણુત્રની વિભાવના થાય છે. આચાર્યદંડી કારિકામાં આ પ્રમાણે લખે છે –
यदपीतादिजन्यं स्यात्क्षीवत्वाद्यन्यहेतुजम् ।
अहेतुकं च तस्येह विवक्षेत्यविरुद्धता ।। પાનાદિકના વિના અન્ય હેતુથી અને અહેતુથી અર્થાત્ સ્વભાવથી ઉત્પન્ન થએલ મત્તતા આદિની આહીં વિવક્ષા છે. એથી અવિરેધ છે. સર્વસ્વકાર આ લક્ષણ આપે છે –
कारणाभावे कार्योत्पत्तिर्विभावना ॥ કારણના આભાવમાં કાર્યની ઉત્પત્તિ એ વિભાવના
સર્વસ્વકારે પણ વૃત્તિમાં કહ્યું છે કે વિરેાધ પરિહારને કારણુનરને આક્ષેપ કરી લે. “રત્નાકરકાર” આદિ પણ વેદવ્યાસ ભગવાનના અનુસારી છે.
સર્વસ્વકાર વિભાવનાના બે ભેદ માને છે. १. उक्तनिमित्ता २. अनुक्तनिमित्ता.
યથા. વિના આભરણુ આભરણ, વિણ આસવમદ ભારી, વિના પુષ્પ મદનાસ્ત્ર આ, નવ વય પ્રાપ્ત સુનારી. આમાં નવ વય કારણતર ઉક્ત છે. ૭ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com