________________
૧૭૬
કાવ્યશાસ્ત્ર.
૧ પ્રસિદ્ધ આધાર વિના આધેયની સ્થિતિ. ૨ એક વસ્તુના એક સ્વરૂપથી એક સંગ અનેક સ્થલમાં વવું, ૩ અન્ય કાર્ય કરનારથી અશક્ય અન્ય વસ્તુનુ એ યત્નથી થઈ જવુ, એ રીતે વિશેષ ત્રણ પ્રકારના છે, લેાક વિલક્ષણતાને માટે અશક્ય કહેલ છે.
યથા.
આપ વસે સુરપુર સુખમાણી, ગુણ અન૫યુત જેની વાણી; જગને સુખ દે જ્યાં લિંગ શશિ રવિ, ધન્ય ધન્ય એ વાલ્મીક સુવિ. વાણીના પ્રસિદ્ધ આધાર મુખ છે, તે સ્વર્ગવાસ કરેલ વાલ્મીકાદિ કવિઓની વાણી હાલ એના મુખ વિના પણ જગતમાં છે. અમારા મતથી આ અતિશય આશ્ચર્યકારી હાવાથી વિચિત્ર અલંકારમાં અંતર્ભૂત છે. વિચિત્રતા અસખ્ય છે.
યથા.
મન વચ નયનામાં સદા, વનિતા કરી રહીં વાસ; ક્યાં વસવાના અન્યને, કહેા રહ્યા અવકાશ.
અમારા મતથી એક સમયમાં એક વસ્તુ એક આધારમાં રહે છે. આહીં એક સમયમાં મન, વાણી અને નયનરૂપ આધારમાં વિનેતાએ વાસ કર્યાં. એ આધારની સંખ્યા અધિક થવાથી આહીંત અધિક અલંકાર છે. અને ક્યાંઇ આવા વિષયમાં આશ્ચર્યમાં પવસાન થઈ જાય તા વિચિત્રતાની પ્રધાનતા હોવાથી વિચિત્ર અલકાર થશે.
યથા.
કાચ મહેલમાં કંતને નિરખી નવાઢાનાર; ભાનુમિથ્ય પ્રતિબિમ્બ વિણ, વિધવિધ કરે વિચાર,
આહીં અધિકથી અનુપ્રાણિત વિચિત્ર અલંકાર છે. પ્રાચીના કહે છે કે લાંબુ લાકડું ઉપાડવાવાળા અનેકના શિર ઉપર એક સમયમાં રહે છે પરન્તુ ત્યાં વિશેષ અલંકાર નથી.
રત્નાકરકાર તૃતીય વિશેષના એ પ્રકાર કહે છે.
संभावितादधिकस्य विरुद्धस्य वोत्पतिश्वविशेषः
સંભાવના કરેલ અધિકની અથવા વિરૂદ્ધની ઉત્પત્તિ એ
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat