________________
અન્તર્ભાવાલંકાર,
પ૭૩ ણુને અભાવ છે. એ રીતિથી વિભાવનાના નામરૂપ સામાન્ય લક્ષણમાં એ છએને સંગ્રહ થાય છે. એથી એ સર્વે વિભાવનાના પ્રકાર છે. કદાચ અન્ય પાંચ પ્રકારમાં કારણ વિના કાર્યોત્પત્તિ માનીને પ્રથમ વિભાવના, દ્વિતીય જિમાવના એમ છ વિભાવના માનીએ તોપણ સર્વમાં કારણ સંબંધી ચિત્રતા છે. અને એમાંચમત્કારનું પર્યવસાન છે, એથી એ સર્વ ચિત્રહેતુમાં અન્તભૂત છે.
યથા. ગંદુ પણ ગંગાજલ, દિવસ ભલે રજયુક્ત સાંકળયે પણ સિંહ છે, નિધન પણ રજપૂત.
અમારા મતથી આહીં ગંદાપણું રહેતાં પણ ગંગાજલ આદર ચોગ્ય છે. ઈત્યાદિ આ રીતે –
कार्योत्पत्तिस्तृतीयास्यात् सत्यपि प्रतिबन्धके
આ લક્ષણથી લખાએલ તૃતીય વિભાવના નથી કેમકે પ્રાચીનેની માનેલ છએ વિભાવનાઓમાં અલંકાર હોવાને યેગ્ય ચમત્કાર કાર્ય કારણની દુર્ઘટતારૂપ આશ્ચર્યનું હોવું છે. એથી મહારાજા ભેજે એવી કાર્ય કારણની દુર્ઘટતાઓને ચિત્રહેતુ નામને હેતુ અલંકારના પ્રકાર માનીને એને અસંખ્ય કહેલ છે. તેથી અહીં ગંગાજલ આદિને આદર આદિ વત: સિદ્ધ અસાધારણ હોવાથી આશ્ચર્યરૂપ ચમત્કાર થતો નથી. એથી અહીં કાર્ય કારણની દુધ. ટતા ન હોવાથી વિભાવના નથી. કિનતુ અહીં તો અત્યંતાભાવના નિષેધની વિવક્ષા છે અને એમાં ચમત્કારને પર્યવસાન છે. ગંદુ છે તેપણ સર્વથા ગંગાજલ અનાદર એગ્ય નથી. રવૃષ્ટિયુકત છે તેપણ દિવસ સર્વથા પ્રકાશરહિત નથી. શૃંખલાબદ્ધ છે, તે પણ સિંહ સર્વથા બલહીન નથી. એમજ રજપૂત નિધન હોય (વિપત્તિમાં હાય) તેપણ સર્વથા દાન આદિ શકિતહીન નથી એથી આહીં આક્ષેપ અલંકાર છે. જો કે આહીં અત્યંતભાવના નિષેધમાં અલપાભાવ અર્થસિદ્ધ છે. તથાપિ આહીં ચમત્કારની પ્રધાનતા અત્યંતાભાવના નિષેધમાં હોવાથી આક્ષેપ અલંકાર છે. અલ્પઅલંકાર નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com