________________
અન્તભંવાહકાર.
૫૬૭
રત્નાકરકાર આ લક્ષણ ઉદાહરણ બતાવે છે –
अन्यासङ्गात्कौतुकविनोदो विनोदः।
અન્યના આસંગ અર્થાત્ પ્રસંગથી કેતુક અર્થાત્ આનંદથી વિનોદ્ર અર્થાત સમય વીતાવ એ વિનો અલંકાર છે. વૃત્તિમાં • લખેલ છે કે અનુભવમાં આવેલ અથવા નહી આવેલ ચાહનાવાળી વસ્તુના પ્રતિબિમ્બથી અથવા એના સદશ વસ્તુના દર્શનથી આનંદપૂર્વક સમય વિતાવ એ વિનોદ ગવર,
યથા. બેઠી રેષે પીઠ દઈ, રત્ન મહેલમાં નારી, પ્રિયતમ સુખ પામે સહજ, મુખપ્રતિબિમ્બ નિહાળી.
આમાં અનુભવમાં આવેલ પ્રિયામુખના સન્મુખ ન રહેવાથી મુખના પ્રતિબિમ્બને દેખીને નાયક વિયેગને સમય આનંદથી વિતાવે છે.
અમારા મતથી આ વિનેદ તો પ્રતિમામાં અંતર્ભત છે.
વિપર્યય એટલે વિપરીત ભાવ. પ્રાચીને વિપર્યયને અલંકારાcર માને છે. “રત્નાકરકાર” આ લક્ષણ આપે છે – "धर्मधर्मिभावस्य धर्माणां वा विनिमयो विपर्ययः"
ધર્મ ધમી ભાવને અથવા ધર્મોને વિનિમય અર્થાત્ ઉલટ પુલટ થવું એ વિયેય અલંકાર.
યથા. કાચ મણિ મણિ કાચ છે, મૂઢ આગળ મિત્ર, કાચ કાચ મણિ મણિ નિરખ, બુધજન આગળ નિત્ય.
આહીં પહેલાં તે કાચ ધમમાં મણિને ધર્મભાવ છે. પછી મણિ ધમીમાં કાચને ધર્મભાવ છે. આ રીતિથી ધમધમીભાવને વિપર્યય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com