________________
૫૫૦
કાવ્યો,
માથી ઉપમેયના ઉત્કર્ષની અધિક્તા પ્રતિપાદન કરવી એ અહીં પ્રોજન છે. એ રીતિથી એ તે શુદ્ધોપમાનું ઉદાહરણ તરજ છે. રસગંગાધરકાર પણ કહે છે કે વાસ્તવમાં તે આદિના ત્રણ ભેદ ઉપમામાંજ અન્તર્ગત છે. ચતુર્થ પ્રકારનું આ પ્રમાણે લક્ષણ છે.
वर्येनान्यस्योपमाया अनिष्पत्तिवचश्च तत् ।
વર્ણનીયની સાથે ઉપમાનની ઉપમાનું અનિષ્પત્તિવચન અર્થાત ઉપમા ન બનવાનું વચન એ પણ થતી.
વૃત્તિમાં લખેલ છે કે અવર્યમાં વર્ણનીયની ઉપમા ન બનવાનું વચન આગળના પ્રતીપથી ઉત્કર્ષવાળો વાર્થ પ્રતીપ છે.
યથા દાનમાંહિ તરૂરાજ છે, માનમાંહિ કુરૂરાજ, ભૂપ તુને તે સમ કહે, એ કવિ કરે અકાજ.
વૃથા વચન શિવરાજ સમ, થયો ભૂપતિ ભેજ
રસગંગાધરકાર કહે છે કે અનિષ્પત્તિ વચન રૂપ પ્રતાપ અનુક્ત વૈધમ્ય વ્યતિરેકમાં અન્તર્ગત છે. અમારા મતથી પણ રસગંગાધરનો મત સમીચીન છે. “દાનમાંહિ” ઇત્યાદિ દાનમાં કુરૂરાજની સમાન તરૂરાજ નથી. કેમકે એ પ્રાર્થનાથી આપે છે અને કુરૂરાજ વિના પ્રાર્થના પણ આપે છે. એથી તરૂરાજ ન્યૂન છે. એવી વિવેક્ષા હોય તે એવા સ્થલમાં અનુક્ત વૈધમ્ય વ્યતિરેકમાં સિદ્ધ થાય છે. અને કયાંઈ વૈધમ્ય ઉકત હોય તો ઉકત વૈધમ્ય વ્યતિરેક થશે. પંચમ પ્રકારના પ્રતીપનું આ પ્રમાણે લક્ષણ છે.
प्रतीपमुपमानस्य कैमर्थ्यमपि मन्वते । ઉપમાનનું કૈમર્થ્ય અર્થાત નિરર્થક્તા એને પણ પપ માને છે.
વૃત્તિમાં લખે છે કે ઉપમેયથી જ ઉપમાનનું પ્રયજનસિદ્ધ હેવાથી ઉપમાનની નિરર્થકતા તે ઉપમાન પ્રતિ પ્રતિલોમભાવ હોવાથી વિરમ તીખ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com