________________
૫૬૪
કાવ્યશા.
દ્વષ્ટાન્ત અને ઉદાહરણ એ અલંકાર થાય છે. વિકસ્વર ભિન્ન અલંકાર નથી અને વિકાસ અંશ તે વિકાસ અલંકાર છે.
વિતર્ક. તને અર્થ તર્ક કરો” છે, અહીં “વિ ઉપસર્ગ પણ એજ અર્થમાં છે. વિતક શબ્દને પર્યાય જ છે, પ્રાચીન વિતર્કને અલંકારાન્તર માને છે. મહારાજા ભેજ આ પ્રમાણે લક્ષણ આપે છે –
ऊहो वितर्कः संदेह निर्णयान्तरधिष्ठितः।।
द्विधाऽसौ निर्णयान्तश्चानिर्णयान्तश्चकीर्त्यते ॥ કફ એ વિતર્ક અલંકાર છે, સંદેહનિર્ણયની વચમાં એની સ્થિતિ છે, એ નિર્ણયાન અને અનિર્ણયાન્ત એમ બે પ્રકારને કહેવામાં આવે છે.
યથા. આ દિનમણિ કે એ છે, સાંભળ્યું હતુરંગ સહિત રાજે; આ કૃતાંત આ નૃપતિ, મહિષ વાહને ચહીં એહ ગાજે.
યથા. શતમખ તે કયાં સહસ દ્રગ, હરિ તે કયાં ભુજ ચાર, એ નૃપને મેં ઓળખે, જેઈ ઉભય તરવાર.
પૂર્વ ઉદાહરણમાં તે વચમાં વચમાં નિર્ણય છે કે દિનમણિ ઈત્યાદિ નથી, પણ અંતમાં રાજાને પણ નિશ્ચય નથી. અન્ય ઉદાહરણમાં અંતમાં રાજાનો નિશ્ચય છે.
કાવ્યપ્રકાશગતકારિકાકારાદિને એ સિદ્ધાન્ત છે કે ભેદક્તિસંદેહ પણ સંદેહને જ પ્રકાર છે, અને મહારાજા ભેજને એ સિદ્વાન્ત છે કે એ તે ત્રિશંકુની પેઠે સંદેહ અને નિર્ણયનું મધ્યવતી તૃતીયજ સ્વરૂપ છે, સંદેહ તેમજ નિર્ણય એકે નથી એથી આ વિતકરૂપ અન્ય અલંકાર છે.
અમારા મતથી કાવ્યપ્રકાશગતકારિકાકારાદિને સિદ્ધાન્ત સમીચીન છે કેમકે એવા સ્થલેમાં પણ પ્રધાન ચમત્કારતે સદેહેનેજ છે. ઉક્ત વિતર્ક અનિશ્ચયરૂપ હોવાથી સંદેહજ છે. ચિન્તામણિ કેષShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com