________________
અન્નોવાલ કાર.
અર્થાત્ એને અથવા ઉપમાનનેજ કલ્પના કરેલી ઉપમેયતાએ પતીવ છે. પ્રતીપ તેા ઉપમાનના તિરસ્કારને માટે છે.
“ પ્રકાશકારે ” પ્રથમ પ્રતીપનું આવું ઉદાહરણ આપેલ છે.
૫૪૭
યથા.
અભિલાષાપૂરક અખિલ, જો સરજયા શિવરાજ; તા શિઘ્ર સરજયુ કલ્પતરૂ, વિશ્વ વન્દે વિધિ આજ. અમારા મતથી આહ્રીં કલ્પવૃક્ષરૂપ ઉપમાનના નિષેધ છે. તે તા આક્ષેપ અલંકાર છે. પ્રતીપના પાંચ પ્રકાર માનનાર ચન્દ્રાલાકકારે” પ્રથમ પ્રકારનું આ પ્રમાણે લક્ષણ આપેલ છે.:— प्रतीपमुपमानस्योपमेयत्व प्रकल्पनं
66
એટલે કે ઉપમાનમાં ઉપમેયતાની કલ્પના તે પ્રથમ મતીજ.
યથા.
પતિનેત્ર સમાન હતાં કમળા, સખિ ! તે પણ વારથી લીન થયાં; પ્રિયર્મુખ સમાન હતા શશિ અખર, વાદળ આવી છુપાવી રહ્યાં, સરતીર મરાલ ચતુર હતા, પતિના સમ તે પશુ ઉ ગયા; ઉર ભીતર છેઃ પડ્યા વિરહે, તદપિ વિધિને દિલ નાવી દયા. અમારા મતથી આહીં ઉપમાનના અનાદરમાંજ વિવક્ષા માનીએ તા અવજ્ઞા અલંકાર છે. પરન્તુ આહીં ચમત્કાર તા ઉપમાનને ઉપમેય ખનાવવામાંજ છે. તે ઉપમાના પ્રકાર છે. એનુ અમે વિપરીતેપ્રમાના પ્રકરણમાં સવિસ્તર વર્ણન કરેલ છે. એવુ નહિ કહેશે કે જેમ સમના વિપરીત ભાવમાં વિષમ ઇત્યાદિ ભિન્ન અલકારા માનવામાં આવેલ છે, એ રીતે ઉપમાની વિપરીતતાને પણ પ્રાચીનાએ પ્રતીપ નામથી જુદા અલ’કાર અંગીકાર કરેલ છે, તે સમીચીન છે. કેમકે ઉપમાના વિપરીત ભાવમાં તે અનુપમા છે. એતે આક્ષેપ અલંકારના વિષય છે; તે અમે આક્ષેપ પ્રકરણમાં લખેલું છે. અહીં તા કેવલ પ્રસિદ્ધ ઉપમાનાપમેયની વિપરીતતા માત્ર છે. ઉપમાતા એવી ને એવીજ છે એથી એ કિચિત્ વિલક્ષણતા ઉપમાના પ્રકાર હાવાને જ ચાગ્ય છે પણ અલકારાન્તર હોવાને ચેગ્ય નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com