________________
અન્તલાવાલંકાર.
૫૩૧
યથા.
શ્રી ન ચાહું ભગવંતની, ભક્તિ દિયે ભુલાવી,
આવું લક્ષણ ઉદાહરણ દેખાડીને રસગંગાધરકાર કહે છે કે મનુજ્ઞા અલંકાર કહીને તિરસ્કાર અલંકાર ન કહે એ વયાનિવર ની ભૂલ છે. અમારા મતથી આ વિષયમાં અંગીકારાગ્યને અનંગીકાર છે. તેથી અહીં અમારાથી સ્પષ્ટ કરેલ અવજ્ઞા અલંકાર છે. તિરસ્કાર અવજ્ઞાથી ભિન્ન નથી થઈ શકતે. ચન્દ્રા કપથગામી કુવલયાનંદકારની અભૂલને ભૂલ બતાવવી એ તે રસગંગાધરકારની ભૂલ છે. તિરસ્કાર તે અવજ્ઞાને પર્યાય છે. કુવલયાનંદકારે અવજ્ઞા અલંકાર નહી પણ કહો હેત તેપણુ એની ભૂલ નથી. કેમકે અલંકારના વિપરીત ભાવમાં અલકારાન્તર થાય છે. આ દિગ્દર્શન પ્રાચીન મતાનુસાર કુવલયાનંદકારે પણ કરી દીધું છે.
તુલ્ય, તુરંથ એટલે સમાન. તુલ્યને પ્રાચીન ભિન્ન અલંકાર માને છે. રત્નાકરકાર આ લક્ષણ ઉદાહરણ દેખાડે છે - નિવ્રુત્તાવારતુથમ”
નિવૃત્તિ થયા પછી અન્યને ઉદય એ તુલ્ય અલંકાર, વૃત્તિમાં લખ્યું છે કે એક દેષની નિવૃત્તિ થયા પછી ગુણાન્તરને ઉદય. અહીં તુલ્યતા એ છે કે ફરીને એના જેવું થઈ જવું.
યથા રામસુયશ ઉચર્યા કવિરાજે, કરી તણું ધ્વનિભ્રમર સમાજે ચામર ને ટાળવા ચલાવ્યાં, ત્યાં તુર્તજ કંકણ રવ છાયા.
આહીં યશશ્રવણમાં પ્રતિબંધક હેવાથી ભ્રમરવનિ દોષ છે. એની નિવૃત્તિને માટે ચામર ચંચલ કરવામાં આવ્યા. જેથી ઉત્પન્ન થએલ ચામર કરવાવાળીઓના કંકણના રવ પણ યશ શ્રવણમાં પ્રતિબન્ધક હોવાથી દોષ છે. એથી અહીં દૃષાન્તરનો ઉદય છે એક ગુણની નિવૃત્તિ થયા પછી ગુણાન્તરને ઉદય એ પણ ઉદાહરણ થઈ શકે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com