________________
પર
કાવ્યશાસ્ત્ર
યથા દીપ બુઝાવ્યું ત્યાં તે, પ્રકટ પ્રકાશ કર્યો રસનામણિએ.
આહીં દીપના પ્રકાશરૂપ ગુણની નિવૃત્તિ થયા પછી મણિના પ્રકાશ રૂપ ગુણાન્તરને ઉદય છે. અમારા મતથી આ પૂર્વરૂપ અલંકારમાંજ અન્તર્ભત છે.
નિશ્ચય, નિશ્ચય અર્થાત્ નિર્ણય. કેટલાક પ્રાચીને નિશ્ચય નામને અલંકારાન્તર માને છે. અલંકારરત્નાકરકાર આ લક્ષણ ઉદાહરણ બતાવે છે –
विहितस्याशङ्कितस्य वा विशेषावगमाय निषेधो निश्चयः ॥ * વિધાન કરેલની અથવા શંકા કરેલની વિશેષ પ્રતીતિને માટે જે નિષેધ તે નિશ્ચય
વૃત્તિમાં લખ્યું છે કે પહેલા ભ્રમથી અન્ય પ્રકારે જાણેલને પછીથી અન્ય પ્રકારે જે નિશ્ચય તે નિશ્ચયગઢાર છે.
યથા. શું આજ દિનમણિ એજ, સુણિએ સહિત સપ્ત સુરંગ, શું આજ યમપતિ એજ, વિચરે મહિષ વાહન સંગ. શું આજ હુતભુફ એજ પ્રસરે દિશ વિદિશ અનલ્પ, રણમાંહિ નિરખી રામને કરે સુભટ સર્વ વિકલ્પ.
આંહી પહેલાં ભ્રમથી રામ ભગવાનમાં ઈન્દ્રાદિથી કરીને અન્ય પ્રકારથી આ શંકા કરવામાં આવી છે. પછી સપ્ત સુરંગાદિ ન લેવાથી ઈન્દ્રાદિકના અભાવને નિશ્ચય હોવાથી ઈન્દ્રાદિકેને આર્થનિષેધ કરવામાં આવ્યા. અહીં વિશેષ તે રામનું ઐશ્વર્ય ઈત્યાદિ છે. અહીં આક્ષેપ નથી. કેમકે આક્ષેપમાં તે નિષેધ આભાસરૂપ થાય છે. આહીં તો નિષેધમાં પર્યવસાન હોવાથી નિષેધ સ્થાયી છે, અમારા મતથી પહેલા ભ્રમથી અન્ય પ્રકારથી નિશ્ચય થવામાં ચમત્કાર તે વસ્તુને અન્ય પ્રકારથી જાણવાના અંશમાં જ છે. પણ પછી એને નિશ્ચય થવા રૂપ અંશમાં નથી. એથી “શું આજ દિનમણિ એજ”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com