________________
૫૨૨
કાવ્યશાસ્ત્ર,
યથા. દાની શિવાજી સુરેશ્વર તુલ્ય, શિવાજી સમાન સુદાની સુરેશ્વર.
આવા પરસ્પર ઉપમાનેપમેય ભાવમાં આચાર્યદંડીએ તે પરસ્પરત્કર્ષ ફલ માનીને એને પરસ્પરેપમા નામને ઉપમાને પ્રકાર માનેલ છે. બીજા કેટલાક પ્રાચીનએ એનું ફલ તૃતીયસહશ વ્યવછેદ માનીને એને અન્ય અલંકાર અંગીકાર કરેલ છે. કાવ્યપ્રકાશગતકારિકાકારનું લક્ષણ આ પ્રમાણે છે.
विपर्यास उपमेयोपमा तयोः
તો ” અર્થાત્ ઉપમાન ઉપમેયને વિપયોસ અથવા ઉપમેયની ઉપમા ઉપમાનને અને ઉપમાનની ઉપમા ઉપમેયને એ उपमेयोपमा अलंकार.
અમારા મતથી ફલશેદથી અલકારાન્તર નથી થતું, એથી એ ઉપમાનો પ્રકારજ છે. અથવા તૃતીય સદશ વ્યવસે છેદમાં પર્યાવસાન કરે તે આક્ષેપ અલંકાર થશે.
૩મય ન્યાત. “મન્યાસ” એટલે એનું ધારણ કરવું. કેટલાક પ્રાચીને ઉભયન્યાસને અલંકારાન્તર માને છે.
રૂદ્રટ આ લક્ષણ ઉદાહરણ બતાવે છે:– सामान्यावप्यर्थौ स्फुटमुपमायाः स्वरूपतोऽपेतौ । निर्दिश्यते यस्मिन्नुभयन्यासः स विज्ञेयः ॥
જ્યાં સ્પષ્ટ ઉપમા સ્વરૂપથી રહિત સામાન્ય પણ બે અર્થ બતાવી આપે ત્યાં ઉભયન્યાસ અલંકાર જાણ.
યથા. પરઉપકારી જગતમાં, અધુના વિરલા સંત,
સ્વાદ સુગંધિ ફલ સહિત, વિધવિધ વિટ૫ વસંત.
આહીં પૂર્વાર્ધમાં મનુષ્યવિશેષને અને ઉત્તરાર્ધમાં વૃક્ષવિશેબનું નામ ન હોવાથી અને સામાન્ય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com