________________
અન્તર્ભાવાલંકાર.
૫૧
યથા.
કર્યા વેત તેજ કાતિએ, લક્ષમીપતિ સુખદાય; નાભિસરેજ સુગન્ધિથી, નિર્જર ઓળખી જાય.
આ ઉદાહરણમાં તો મિલિતતા રહેતાં જાણવાનું છે. મિલિતતા મટતી જાય છે, એનાં અને મિલિતતા મટી ગઈ છે એનાં ઉદાહરણ પણ અમારા જેવામાં આવ્યાં છે.
યથા. મળી ચન્દનબિન્દી રહી, વેત મુખેં ન દેખાય, જ્યમ જ્યમ મદલાલી ચઢે, તેમ ઉઘડતી જાય.
યથા. જરી ન જણાયે પહેરી છે, કંચન સમ તન બાલ; કુમળાતાં દેખાય છે, ઉર ચંપકની માલ.
ઉક્ત રીતિથી ઉન્મીલિત હવામાં પણ ચમત્કાર તે મિલિતનેજ રહે છે, કેમકે જે આવા મળેલ પદાર્થ છે, કે જે ઉક્ત જ્ઞાપકાના વિના ભિન્ન જણાતા નથી. સામાન્ય અલંકારના પ્રકરણમાં પ્રકાશકાર પણ લખે છે. •
યથા. કર્ણઅગ્રથી વધુના, ગડસ્થલ લગિ ગએલ જે હાલ; અલિ નહીં જે આવત તે, જણાત કેમ કરી ચંપકમાલ,
આમાં નિમિત્તાંતરથી નાનાત્વ પ્રતીતિ થયા પછી પણ પ્રથમ પ્રતીત થએલ અભેદ મટી શકતું નથી, અને મહારાજા ભેજે પણ નિવૃત્ત થએલ બ્રાન્તિને બ્રાન્તિ અલંકારને જ પ્રભેદ છે એમ આજ્ઞા કરેલ છે, નહિ કે અલંકારાન્તર. એથી અમારા મતથી પણ ઉન્મીલિત સ્થલમાં અલંકાર તે મિલિતજ છે.
૩પમેયો માં. ઉપમેયોના નામની વ્યુત્પત્તિ એ છે કે “ઉપમા” અર્થાત ઉપમેય કરેલની સાથે ઉપમા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com