________________
અન્તર્ભાવાલંકાર.
૫૧૦
કસમ એટલે સમનો અભાવ. કેટલાક પ્રાચીન “અસમ” નામને અલંકારાન્તર માને છે. રત્નાકરકારનું આ લક્ષણ છે – तद्विरहोऽ समः। - વૃત્તિમાં લખ્યું છે કે તન અર્થાત્ ઉપમાનને અસંભવ એ असम अलंकार..
યથા,
અલિ વનવન શોધી ટળવળશે, માલતિકુસુમ સદશ નહિ મળશે.
અમારા મતથી નામાર્થાનુસાર આ અલંકારનું સ્વરૂપ તો સાદૃશ્યને નિષેધ છે તેથી ઉપમાનના નિષેધમાં અથવા ઉપમેયના નિષેધમાં અથવા ઉપમાન ઉપમેય બનેના નિષેધમાં બની શકે છે. ગરમ નામથી ઉપમેયાદિ સર્વને સંગ્રહ થાય છે. આહીં રત્નાકરકારે ઉપમાનના વિરહને નિયમ કર્યો એ ભૂલ છે, રસગંગાધરકારનું આ લક્ષણ છે –
सर्वथैवोपमानिषेधोऽसमाख्योऽलंकारः સર્વથા ઉપમાનેજ નિષેધ એ ગરમ નામને અલંકાર છે, અને એ આવું ઉદાહરણ બતાવે છે –
યથા. થયે નહી થાશે નહીં, છે નહિ રામ સદુશજગમાં રાજા.
અમારા મતથી તદ્દગુણના વિપરીત ભાવમાં અતદ્દગુણ ઈત્યાદિ અલંકાર છે. એ ન્યાયથી ઉપમાના વિપરીત ભાવમાં પણ અલંકારાન્તર હવે ઉચિત છે. પરંતુ ઉપમાને સમ નામથી કહેલ નથી. એથી આનું એમ નામ કહેવું અયુક્ત છે. કિન્તુ અનુપમા કહેવું યુક્ત છે. અને ઉપમાને નિષેધ આક્ષેપજ
છે. અલંકારાન્તર હોવાને ચગ્ય નથી. અન્યથા નિષેધને અનંત વિષય છે તેથી અનેક અલંકાર માનવા પડશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com