________________
૫૧૨
કાવ્યશાસ્ત્ર. રત્નાકરકાર કહે છે કે અહીં જે કે અતિશયેકિતના બીભૂત અધ્યવસાય છે તે પણ કાર્ય કારણને ઉચિત દેશકાલના પરિત્યાગથી અતિશકિતથી અનુપ્રાણિત અસંગતિ જ છે અને ભિન્ન કાલે ના વિષયમાં અતિશયોકિત માને તે ભિન્ન દેશના વિષયમાં પણ અતિ શકિતની ઉચિતતાથી અસંગતિ અલંકારને ઉછેદ થશે.
અમારા મતથી એ સર્વે ઉદાહરણોમાં મહારાજા ભેજના મતાનુસાર ચિત્રતુ અલંકાર છે. કયાંઈ અતિશયેકિતની ઝલક હેય તે પણ એની પ્રધાનતા નથી. અતિશય અંશતે ઘણું અલંકારેમાં થાય છે. ઉક્ત કાર્ય કારણેના દેશભેદમાં તે કાતિવર્તન છેજ નહિ. કેમકે સપત્નીના રતિક્ષતથી સપત્નીને વેદના થાય છે જ. ઈત્યાદિ. ઉક્ત કાર્ય કારણોના કાલભેદમાં કાતિવર્તન છે. પરંતુ એ પ્રધાન નથી. આ રીતિથી કોઈ અસંગતિ વિચિત્રમાં અને કઈ અસંગતિ વિષમમાં અંતાબૂત છે.
असंभव. મહંમર એટલે સંભવને અભાવ. પ્રાચીન અસંભવ નામને અલંકારાન્તર માને છે. ચન્દ્રાલેકકાર આ લક્ષણ ઉદાહરણ આપે છે.
असंभवोऽर्थ निष्पत्तरसंभाव्यत्ववर्णनम् । અર્થસિદ્ધિની અસંભવતાનું વર્ણન એ અસંભવ અલંકાર.
ગેપપુત્ર ગિરિ ધરશે, કોણે જાણ હતી એ વાત.
આહીં ગિરિ ઉઠાવવામાં નિમિત્ત ઇશ્વરતા છે. પરંતુ ગિરિ ઉઠાવવા રૂપ અર્થસિદ્ધિને અસંભવ બતાવવાને માટે ગિરિ ઉઠાવવાવાળા હરિની ગપસુતતા વર્ણન કરવામાં આવેલ છે.
અમાશ મતથી અસંભવમાં લકસીમાતિવર્તન ભાસે છે. પરન્તુ આવા વૃત્તાન્ત લેકમાં થયા છે. એથી વર્ણનમાં લોકસીમાતિવર્તન ન હોવાથી અતિશયોક્તિ નથી. પરંતુ વિચિત્ર છે, કેમકે અહીં વિસ્મયને ચમત્કાર છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com