________________
અન્તર્ભાવાલંકાર.
૪૭
યથા. મારે શનિ અશનિ ઉભય, આપ કેપતાં ભૂપ; શનિ ગ્રહ છે, અશનિ નામ વજનું છે, આંહી આની રૂઢિ વિજળીમાં છે, આમાં શનિ અશનિ રૂ૫ બને કારણે પરસ્પર નામથી, સ્વરૂપથી, અને સ્વભાવથી સર્વથા વિલક્ષણ છે. એ રાજાના શત્રુઓને મારવારૂપ એકજ અવિલક્ષણ કાર્ય કરે છે.
આવા વિષયમાં મહારાજા ભેજે તો ચિત્ર હેતુ માનેલ છે. અચિત્યસ્થલમાં આશ્ચર્ય જ થાય છે. એથી અમારા મતથી આ “વિચિત્ર” અલંકારમાં અંતર્ભત છે.
- તિરા, અહી “ગતિશય” શબ્દનો અર્થ અત્યંત છે. પ્રાચીન અતિશય નામને અલંકારાન્તર માને છે રત્નાકરકાર આ લક્ષણ ઉદાહરણ આપે છે,
संभावनयान्यथा वातिशयोऽतिशयः ।। સંભાવનાથી અથવા એથી અન્યથા અર્થાત્ અસંભાવનાથી જે અતિશય તે ગતિરાવ કરુંવાર. આંહી સંભાવના તો વિધિ છે. અસંભાવના નિષેધ છે. વૃત્તિમાં લખ્યું છે કે ઉત્તરોત્તરમાં સંભાવનાથી અથવા અસંભાવનાથી જે અતિશય તે ગતિરાજ ગઢવા,
યથા. છે નહિ, છે તે સ્થિર નહિ, સ્થિર તે વિણ ફલવાન; સંત પુરૂષને કેપ છે, ખલની પ્રીતિ સમાન.
આંહી પુરૂષોના કેપની ઉત્તરેત્તર અસંભાવના અર્થાત નિ. ષેધથી સત્પરૂના કેપના નિષેધને અતિશય છે. એવું જ વિધિમાં જાણી લેવું જોઈએ. અમારા મતથી આ પ્રકારના અતિશય અર્થાત્ અત્યંતતાને પણ અધિક અલંકારમાં અંતર્ભાવ છે.
૬૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com