________________
૧૩૭
કાવ્ય દોષ.
નર્મિત. અન્ય વાક્યમાં અન્ય વાક્ય મળે એ ગમત.
યથા દુષ્ટ બુદ્ધિ દુર્જનની, સંગતિ તુર્ત પમાડે છે ત્રાસ; હિતવચને કહું તુજને, કદી ન એને કરજે વિશ્વાસ.
આમાં “હિત વચને કહું તુજને ” એ શબ્દો વાયને અંતે જોઈએ તેને બદલે બીજા વાક્યના મધ્યમાં છે તેથી જર્ષિત તો થયે.
प्रसिद्धहत. કવિઓના સંકેતથી રહિત પદ જેમાં હોય એ રિહર.
યથા.
ગરજે વલય વિશેષ, તુરત થાય નૂપુરના ટંકાર; ઘેર ધ્વનિ વિંછિયાની, શેર મેખલાતણું જોરદાર.
આમાં ગરજે, ટંકાર, ઘરધ્વનિ, અને શેર આવાં પદને પ્રએગ વીરરસમાં કરે જોઈએ તેને અંગારમાં કવિસંકેતરહિત પ્રગ કર્યો તેથી પિત્ત રોજ થયો.
भग्नोपक्रम. જ્યાં પ્રસ્તાવ કમ નહિ જાળવી શકાય ત્યાં મને દમ તોપ થાય છે.
યથા અસ્ત થયે શશિ જાણી, સંગે અસ્ત થઈ ગઈ છે રજની, નાથ સાથ તન ત્યાગે, એ નારી સહુથી ઉત્તમ સજની.
આમાં ચંદ્ર અસ્ત થયે જાણે રાત્રિ અસ્ત થઈ, આમ કહેવું જોઈએ તે ન કહેતાં પ્રસ્તાવક્રમને ભંગ થય માટે મોપદમ તોષ થયા. * ૧૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com