________________
૨૫.
૪૪૧ કાણ આદિને બનાવેલ અશ્વ અશ્વક” કહેવાય છે. એમ અન્ય જાણું લેવું.
આશય એ છે કે આકૃતિ અથવા સ્વભાવના જેવી બનાવેલી મૂતિ. એવું નહિ કહેશે કે આહીં સ્વભાવ કહેવાથી વર્ણ અને શીલની મૂર્તિ કેવી રીતે બનશે? કેમકે સામાન્યતાથી મનુષ્ય અને પશુ પક્ષીની મૂર્તિ તે આકૃતિને લઈ બનાવવામાં આવે છે. પણ વિષણુ અને લક્ષમીને તે દ્રષ્ટિથી કઈ દિવસ કેઈએ જોયા નથી, અને શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે કે વિષ્ણુ શ્યામવર્ણ અને લક્ષમી ગેરવર્ણ છે. એથી વિષ્ણુની મૂર્તિ શ્યામવર્ણ અને લક્ષમીની મૂતિ ગેરવર્ણ બનાવવામાં આવે છે. જેમ ઉત્સવ સમયમાં મનુષ્ય હર્ષ પામે છે, અને યુદ્ધ સમયે કોધિત થાય છે, તેમ ઉત્સવ સમયની મૂર્તિ હર્ષિત અને યુદ્ધ સમયની મૂતિ કોધિત બનાવવામાં આવે છે ઈત્યાદિ લેકમાં પ્રસિદ્ધ છે. એ કવિષ્ટિની તે વિચિત્ર ગતિ છે. અહીં નાટકન્યાયથી ધારીએ રૂપક અલંકારનો અંગીકાર કર્યો છે. નાટકમાં રૂપક શબ્દનો પ્રયોગ છે. ચિન્તામણિકેષકારે કહ્યું કે –“ નાટ” નાટકમાં નટ રામ આદિને સ્વાંગ લાવે છે, એ રામ આદિનું રૂપક છે. નાટકમાં તે આકૃતિ, શીલ અને વર્ણ એ સર્વને લઈને રૂપક થાય છે. શતરંજની રમતમાં ગતિ માત્ર શીલને લઈને રૂપક થાય છે.
“ઘનશ્યામ નૂતન ઘન વસ, દિનરાત મુજ મનમાંહિ.”
આમાં વણે માત્ર લઈને રૂપક થાય છે. યત્કિંચિત્ સાદસ્યથી ઉપમા સિદ્ધ થઈ જાય છે. એ ભરતાદિએ ઉપમામાં સૂચવેલું છે. એનું અનુવર્તન સાધમ્યમૂલક સર્વ અલંકારમાં જાણું લેવું જોઈએ. નાટકમાં કાયિકરૂપક થાય છે, અને કાવ્યમાં વાચિકરૂપક થાય છે. પ્રતિમા અલંકારમાં તે મુખ્યના બદલામાં અન્ય વસ્તુને સ્થાનાપન્ન કરવી એ છે. ત્યાં સ્વાંગની વિવેક્ષા નથી. ચતુર્ભુજાદિ સ્વરૂપવાળા વિષ્ણુના સ્થાનમાં ગોળમટેળ શાલિગ્રામ પણ સ્થાપન કરવામાં આવે છે. ૫૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com